Gujarat

અરબી સમુદ્રમાં ઉનાની ‘સૂરજ સલામતી‘ નામની બોટ ડૂબી, ૮ માછીમારોનું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં દરિયો થયો તોફાની

ગુજરાતના ૭૨ તાલુકામાં માવઠું, ગીર સોમનાથના સુત્રાપાડામાં ૧.૫૦ ઇંચ વરસાદ ખાબક્યો

અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભવિત અસરને પગલે સર્જાયેલા ભારે પવન અને કરંટને કારણે દરિયો તોફાની બન્યો છે. આ તોફાની મોજાં વચ્ચે ઉના તાલુકાના નવાબંદરની એક માછીમારી બોટ ‘સુરજ સલામતિ’એ મધદરિયે જળસમાધિ લેતા અફરાતફરી મચી ગઈ હતી. જાેકે, સદનસીબે બોટમાં સવાર આઠેય ખલાસીઓને અન્ય બોટની મદદથી સમયસર અને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

મીડિયા સુત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર, કાનાભાઇ બાવાભાઈ સોલંકીની માલિકીની ‘સુરજ સલામતિ’ (નંબર ય્ત્ન ૧૪ સ્સ્ ૨૦૧૦) નામની આ બોટ માછીમારી માટે તા. ૨૪મી ઓક્ટોબરે દરિયામાં ગઈ હતી. પરંતુ, અરબી સમુદ્રમાં સર્જાયેલી અસામાન્ય પરિસ્થિતિ અને વાવાઝોડાની અસરને કારણે દરિયો ભારે તોફાની બનતા બોટને પરત લાવવાનો ર્નિણય લેવાયો હતો.

‘સુરજ સલામતિ’નામની બોટ મધદરિયે ડૂબી

ગત સાંજે તા. ૨૫મી ઓક્ટોબરે લગભગ ૫ વાગ્યાની આસપાસ જ્યારે બોટ નવાબંદરથી આશરે ૧૩ નોટિકલ માઈલ દૂર હતી, ત્યારે દરિયામાં ભારે કરંટ અને ઊછળતા મોજાંની થપાટનો સામનો કરવો પડ્યો હતો. ભારે મોજાંના આક્રમણ સામે બોટ ટકી શકી નહીં અને જાેતજાેતામાં પલ્ટી મારીને ડૂબવા લાગી, જેના કારણે તેણે મધદરિયે જ જળસમાધિ લીધી. બોટ ડૂબવાના આ બનાવથી તેમાં સવાર આઠ ખલાસીઓની જિંદગી જાેખમમાં મુકાઈ ગઈ હતી. જાેકે, આ વિસ્તારમાં અન્ય માછીમારી બોટો પણ હાજર હોવાથી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બચાવ કામગીરીના કારણે બોટના તમામ આઠ ખલાસીઓને સલામત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી અને તેમને કિનારે લાવવામાં આવ્યા હતા.

સમુદ્રમાં અચાનક સર્જાયેલા આ કુદરતી કહેરના કારણે માછીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જાેકે, બોટ તૂટી પડવા છતાં તમામ ખલાસીઓને આબાદ બચાવી લેવામાં આવતા સ્થાનિકો અને બોટ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તોફાની દરિયો કોઈ પણ સમયે મોટું જાેખમ સર્જી શકે છે, જેના કારણે માછીમારોની સલામતી હંમેશા પ્રથમ હોવી જાેઈએ. દરિયાઈ સુરક્ષા અને હવામાનની આગાહીને ગંભીરતાથી લેવાની અનિવાર્યતા આ ઘટનાએ દર્શાવી છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૪ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રવિવારે (૨૬ ઓક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કુલ ૭૨ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં ૧.૫૦ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

૭૨ તાલુકામાં માવઠું

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (જીઈર્ંઝ્ર) મુજબ, આજે રવિવારે સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીમાં ૭૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં છોટા ઉદેપુરના કવાંટમાં ૧.૪૨ ઇંચ, સંખેડામાં ૧.૩૦ ઇંચ, ગીર સોમનાથના કોડિનારમાં ૧.૪૨ ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં ૧.૨૬ ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે.

૬૭ તાલુકામાં ૧ ઇંચથી ઓછો વરસાદ

નર્મદાના દેડીયાપાડા, ગીર સોમનાથના ઉના, અમરેલીના રાજુલા, સુરતના ઉમરપાડા, ડાંગના આહવા સહિત કુલ ૭૬ તાલુકામાં ૧ ઇંચથી ઓછો વરસાદ થયો છે.

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદનો માર યથાવત રહેતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. હવામાનમાં અચાનક પલટો આવવાથી જિલ્લાના તમામ ૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ગઇકાલથી જ શરૂ થયેલા આ કમોસમી વરસાદે આજે પણ પોતાનું જાેર જાળવી રાખ્યું હતું. વરસાદ માત્ર ગ્રામ્ય વિસ્તારો પૂરતો સીમિત ન રહેતા શહેરી વિસ્તારોમાં પણ જાેરદાર ઝાપટાં પડ્યા હતા.

જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. જાેકે આ માવઠાનો સૌથી મોટો ફટકો જગતના તાત એવા ખેડૂતોને પડ્યો છે. નવસારી જિલ્લાના ખેતરોમાં હાલમાં વિવિધ પાકો તૈયાર થઈને ઊભા છે. સતત બીજા દિવસે પડેલા આ વરસાદને કારણે ખેતરોમાં તૈયાર પડેલો પાક સંપૂર્ણપણે પલળી ગયો છે. પાક પલળી જવાના કારણે તેની ગુણવત્તા બગડી જશે અને ખેડૂતોને તેની બજારમાં યોગ્ય કિંમત મળશે નહીં.

ખેતરોમાં તૈયાર પાક પલળતા નુકસાની

આ વ્યાપક નુકસાનીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. મોંઘા ભાવના બિયારણ અને મહેનત બાદ તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો હતાશ થઈ ગયા છે. ખેડૂતોએ સરકાર સમક્ષ માગણી કરી છે કે વહેલી તકે આ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરીને તેમને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.