તા.૧૯/૦૪/૨૦૨૫ના રોજ ધોરાજી તાલુકાની મોટીમારડ જિલ્લા પંચાયર સીટમાં મોટી મારડ ગામે યોજાનાર સેવાસેતું કાર્યક્રમ અંગેની પ્રેસ બ્રીફ
રાજય સરકારશ્રીએ રાજયમાં વહીવટમાં પારદર્શિતા વધે અને લોકોને સેવાઓ સ્થળ ઉપર જ મળી રહે તે હેતુથી ગ્રામ્ય કક્ષાએ “સેવા સેતુ” કાર્યક્રમ અમલમાં મુકેલ છે.જે અન્વયે કેંન્દ્રીય મંત્રીશ્રી,ડો.મનસુખ માંડેવીયા સાહેબ જિલ્લા પંચાયત સીટ વાઇઝ સેવા સેતુ કાર્યક્રમ યોજવાની પહેલ અન્વયે પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ તમામ જિલ્લા પંચાયત સીટ મુજબના વિસ્તારમાં સમાવિષ્ટ ગામોના લોકોને એક જ સ્થળે તમામ સેવાઓ ઉપલબ્ધ તે હેતુસારૂ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અન્વયે માન.કલેક્ટર સાહેબશ્રી રાજકોટ પ્રભવ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૯/૦૪/૨૦૨૫ના રોજ ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે મોટીમારડ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ કુલ ૧૫ ગામના નાગરિકો આ સેવા સેતુનો લાભ લઇ શકશે.આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કેંદ્ર સરકાર અને રાજય સરકારના અલગ-અલગ વિભાગની કુલ ૫૫ પ્રકારની સેવાઓનો લાભ નાગરિકો સ્થળ પર જ આપવામાં આવશે.
આ સેવા સેતુની સાથે સાથે ગામની સાફ સફાઇ કરી સ્વચ્છતા અભિયાન,મેડિકલ કેમ્પ,રક્તદાન કેમ્પ,સરપંચો સાથે સંવાદ,ગ્રામ સભા જેવા કાર્યક્રમો પણ યોજાશે.આ સેવા સેતુ કાર્યક્રમાં નીચે મુજબના ગામોના નાગરિકો લાભ લઇ શકશે.
: ગામોના નામ :
(૧) મોટીમારડ
(૨) ભાદાજાળીયા
(૩) પીપળીયા
(૪) ઉદકીયા
(૫) જમનાવડ
(૬) પાટણવાવ
(૭) ચીચોડ
(૮) નાનીમારડ
(૯) હડમતીયા
(૧૦) નાગલખડા
(૧૧) ભાડેર
(૧૨) છત્રાસા
(૧૩) વેલારીયા
(૧૪) વાડોદર
(૧૫) કલાણા