Gujarat

સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામ પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

તારીખ ૯-૧-૨૫ ના રોજ પોષણ ઉત્સવ અંતર્ગત  સાવરકુંડલા ઘટક -૨ સેજો. વિજપડી-૨ સ્થળ  પ્રાથમિક શાળા ખડસલી મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજીત ૨૬૭ થી વધુ લાભાર્થીઓ અને વાલીઓની હાજરી લાભાર્થી બહેનો દ્વારા બાલશક્તિ,માતૃશક્તિ,પુર્ણાશક્તિ તથા મીલેટસ અને સરગવામાંથી અલગ અલગ પ્રકારની ૬૨ જેટલી પૌષ્ટિક વાનગીઓ રજુ કરવામાં આવી.
 
૩થી૬ વર્ષના બાળકો દ્રાર રજુ કરેલ બાળગીત, અને કિશોરી દ્વારા પોષણ રંગોળી આયોજનનું મુખ્ય આકર્ષણ હતું. પોષણ ઉડાન અંતર્ગત પોષણ પતંગ સુત્રો બનાવામા આવ્યા શિયાળામા ઉપયોગમા લેવાતી પૌષ્ટિક વાનગીઓનો સ્ટોલ, વિટામિન સી થી  ભરપુર ફળોનો સ્ટોલ, વિવિધસભર સલાડ, તથા કિશોરીને લીંબુ ચમચી રમત રમાડવામા આવી,સખી મંડળ દ્વારા પણ સ્ટોલ કરવામાં આવેલ.
વિજેતા સ્પર્ધકને ૧ થી ૩ નંબર આપી પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા તેમજ આંગણવાડી પર મળતા ગરમ નાસ્તાના સ્ટોલ જેમાં બનતા નાસ્તા વાર પ્રમાણે પ્રદર્શિત કરવામાં આવેલ.
કાર્યક્રમમાં જીલ્લા પ્રોગ્રમાં ઓફિસર સાહેબ અમરેલી શ્રી દક્ષાબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિતિ રહેલ. તેમજ જન પ્રતિનિધ ગામના સરપંચશ્રી શિલ્પાબેન માલણી,તથા પ્રા.શા. આચાર્યશ્રી,લોક શાળાના આચાર્ય,આરોગ્ય વિભાગના કર્મચારી,તથા મુખ્યસેવીકશ્રી ગીતાબેન પટેલ પી. એસ.ઈ. એન.એન.એમ. બીસી તેમજ ડિસમું સ્ટાફ અને આ.વા. કાર્યકર/તેડગર બહેનો તથા  લાભાર્થી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મિલેટસ અને સરગવાના ઉપયોગ અને ફાયદાઓ વિશે જાગૃતતા કેળવવા  તેમજ THR તેમજ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહીતી આપવામાં આવી
પોષણ ઉત્સવ -૨૦૨૪ તથા પોષણ ઉડાન -૨૦૨૫ની આજ રોજ  ખુબજ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
બિપીન પાંધી સાવરકુંડલા