સવંત ૧૮૮૨ ના મહા-સુદ પંચમી વસંત પંચમીના શુભ દિવસે શ્રી હરીએ શિક્ષાપત્રી લખીએ મારી વાણી અને મારું સ્વપ્નું છે. એમ કહીને શિક્ષારૂપી આદેશ આપનાર ભગવાન સ્વામિનારાયણ માત્ર પોતાના આશ્રિતો પર જ નહી પરંતુ સમસ્ત માનવ ઉપર અનંત ઉપકાર કર્યાં. સ્વામિનારાયણ ભગવાને ૨૧૨ બસ્સોબાર શ્લોકનું માર્ગદર્શન આપેલું છે. તેનુ નામ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી વિચાર, વાણી, વર્તનને શુધ્ધ કરનારી છે. જીવનના ચારપાયા છે. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સદાચાર, એ જ ચાર મનુષ્ય જીવનમાં હોવા જોઈએ, શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકમાં સહજાનંદ સ્વામીએ ગાગરમાં સાગર ભરી દીધો છે.
શિક્ષાપત્રીના શ્લોક ૧૩૯ નો અમલ કરવો શિક્ષાપત્રીના ૨૦૪, ૨૦૬, ૨૦૯, ૨૧૦ અને ૨૧૧ શ્લોકમાં ઘણું જાણવા મળશે ગુજરાતનો મહાન લૂંટારો જોબનપગી ભગવાન શ્રી સહજાનંદ સ્વામીના વચન અને શિક્ષાપત્રીના વચન અને પ્રભાવથી હાથમાં માળા લઈ જયશ્રી સ્વામિનારાયણ બોલવા લાગેલ. આ શિક્ષાપત્રી એટલે ભગવાન સ્વામિનારાયણે ભકતોની રક્ષા કરવા માટે રચેલ સુદર્શન ચક્રો. શિક્ષાપત્રી પાળનાર સર્વે પ્રકારે આ
લોક અને પરલોકમાં સુખી થશે ધર્મ ઉધ્ધારક અને શિક્ષાપત્રી શ્રી સહજાનંદ સ્વામીની ભવિષ્યવાણીની આગાહી જોતા હતા મુની મહારાજ માર્કેડયજી આજે ભવિષ્યવાણી સાચી કરી અને આ તેજસ્વી બાળક સહજાનંદ સ્વામી તરીકે ધર્મ ઉધ્ધારક બન્યા શિક્ષાપત્રી સ્વહસ્તે લખી અને સ્વામીનારાયણ મહામંત્ર સંપ્રદાય અને વિશિષ્ટ દૈત્યનં પ્રતિપાદન કર્યું શિક્ષાપત્રીના શુભ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા શિક્ષાપત્રીને પ્રણામ.” “દંડવત પ્રણામ
–સંકલન બિપીનભાઈ પાંધી સાવરકુંડલા
—પ્રસ્તુતિ ગીરીશભાઈ વ્યાસ
આચાર્ય, જેસર રોડ ગુરુકુળ સાવરકુંડલા
બિપીન પાંધી સાવરકુંડલા