હાલમાં નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ શહેરના નીલ સિટી ક્લબમાં બુધવારે સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચેલા VHPના કાર્યકરોને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રોક્યા હતા અને ભાજપના માણસો ગણાવી ગાળો ભાંડી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે થયેલી બોલાચાલીથી તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
એ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ VHPના કાર્યકરોને લડી લેવાની ધમકી પણ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ આ ક્લબમાં અર્વાચીન ગરબા દરમિયાન હિન્દી ગીતો વગાડવાની બાબતે વિવાદ થયો હતો.
રાજકોટની નીલ સિટી ક્લબમાં નવરાત્રિના આયોજન દરમિયાન વિધર્મીઓને રોકટોક વિના પ્રવેશ આપવામાં આવતો હોવાના આક્ષેપો સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને ક્લબના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે મોટો વિવાદ સર્જાયો હતો.

VHPના કાર્યકર્તાઓ જ્યારે ક્લબમાં સરપ્રાઇઝ ચેકિંગ માટે પહોંચ્યા હતા ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તેમને રોક્યા હતા અને તેમની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ VHPના કાર્યકર્તાઓને ભાજપના માણસો ગણાવીને અપશબ્દો ભાંડ્યા હતા.

