Gujarat

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા જામનગર શહેર ભાજપ દ્વારા ઉજવાયો વિજયોત્સવ

ગત વખત કરતા ભાજપની ૧૪ સીટો વધી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો કાર્યમંત્ર છે કે સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે કાર્યકર્તાઓ એક થઇ સંગઠન અને ચૂંટાયેલ પાખ જે રીતે કામ કરે છે તેના પરિણામે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભવ્ય જીત મળી.

ગત વખતે કોંગ્રેસ પાસે જે 13 બેઠકો હતી તેમાથી ફકત એક બેઠક જીતી શક્યા છે. ગત વખત કરતા આ વખતે ભાજપની 14 બેઠકો વધી છે. 60 બેઠકો પર ભાજપ સ્પષ્ટ જંગી મતો સાથે જીત્યુ છે. આ વખતની ચૂંટણીમાં 7 જેટલી નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતુ ખુલ્યુ નથી અને બાકીની બેઠકોમાં પણ ઓછી બેઠક મળી છે આ પરિણામ જોતા ખ્યાલ આવે છે કે કોંગ્રેસ મુકત ગુજરાત થઇ રહ્યુ છે. પોતાને નેતા કહેતા આંકલાવના ઘારાસભ્યે તો તેમના પક્ષના ઉમેદવારને મેન્ડેટ આપવાની હિમંત જ દાખવી નહી તે જ બતાવે છે કે કોંગ્રેસના આગેવાનો પ્રત્યે કાર્યકર્તાઓની નારાજગી સાથે હિમંત ગુમાવી દીધી છે તે દેખાઇ રહ્યુ છે.સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઇકરેટ 96 ટકાનો રહ્યો છે તે એક રેકોર્ડ છે.

જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ મેયર વિનોદ ખીમસુરીયા, ડે મેયર ક્રિષ્ના બેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરષોત્તમ કકનાણી પૂર્વ અધ્યક અને ગોવા શીપયાર્ડના ડાયરેક્ટર હસમુખ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, સહિત કોર્પોરેટર શ્રીઓ, પૂર્વ અધ્યક્ષ, પૂર્વ ધારાસભ્ય, મહિલા મોરચા, યુવા મોરચા, સહિત વિવિધ મોરચાના હોદેદારો, વોર્ડ પ્રમુખો, શહેર સંગઠન ના હોદેદારો સહિત વિશાલ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપરસ્થિત રહી, ફટાકડા ફોડી, એકબીજાંના મોઢા મીઠા કરવી વિજયોત્સવ ની ઉજવણી કરેલ.