ધામળેજ, કણજોતર, રાખેજ, મટાણ સહિતના ગામોની મુલાકાત
તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ આજે ધામળેજ, કણજોતર, રાખેજ તથા મટાણ ગામોની મુલાકાતે પહોંચ્યા હતા. ગ્રામજનો સાથે મુલાકાત કરીને લોકસેવા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ધારાસભ્યએ ગ્રામજનોની સમસ્યાઓને ગંભીરતાપૂર્વક સાંભળી અને સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે વિકાસકાર્યોની પ્રગતિની માહિતી મેળવી તેમજ આગામી સમયમાં કરાનાર યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ગામજનોમાં ધારાસભ્યની મુલાકાતને લઈને આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામજનો દ્વારા તેમનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર પરેશ લશ્કરી