Gujarat

માળીયાહાટીના તાલુકાનુ વિસણવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ચાલતી ઈન સ્કુલ યોજના અંતર્ગત તામિલ લઈ રહેલા વોલીબોલ અન્ડર 17 ભાઈઓ ખેલ મહાકુંભ 3.O સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ની વોલીબોલ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક લાવી

માળીયાહાટીના તાલુકાનુ વિસણવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ચાલતી ઈન સ્કુલ યોજના અંતર્ગત તામિલ લઈ રહેલા વોલીબોલ અન્ડર 17 ભાઈઓ વિભાગમાં ખેલાડીઓએ જુનાગઢ  જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ખેલ મહાકુંભ 3.O સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ની વોલીબોલ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક લાવી જુનાગઢ જિલ્લાનું નામ રોશન કર્યું છે. એમાંના ખેલાડી હરેશ ચૌહાણ કે જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ઈન સ્કૂલ વિસણવેલ પ્રાથમિક શાળામાં તાલીમ લઈ રહ્યા છે. આ શાળાના વોલીબોલ ટ્રેનર હરિભાઈ જે. છાત્રોડિયા આસપાસના ગ્રામ્ય શાળાના ઘણા બાળકોને ટ્રેનિંગ આપે છે. જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણકુમાર યાદવ સર અને જુનાગઢ જિલ્લાના ટીમ મેનેજરો , શાળાના પ્રિન્સિપાલ પ્રતાપસિંહ ડોડીયા સાહેબ તથા સમગ્ર સ્ટાફ અને ગામ જનો એ અભિનંદન પાઠવ્યા અને આગામી સમય માં રાજ્ય કક્ષા માં સૌરાષ્ટ્ર ઝોન નું પ્રતિનિધિત્વ કરશે.
 રિપોર્ટર વિમલ રાય કુંડલીયા