Gujarat

ચિલોડા-હિંમતનગર હાઇવે પર શિહોલી મોટી પાસેના બ્રિજ પાસે પાણીનો ભરાવો

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અમદાવાદથી હિંમતનગરના હાઇવેને સિક્સલેન બનાવવામાં આવ્યો છે. પરંતું નેચરલ પાણીના વહેણને ચાલુ રાખવાને બદલે બંધ કરી દેવાતા તાજેતરમાં પડેલા કમૌસમી વરસાદથી ચિલોડાથી હિંમતનગર હાઇવે ઉપરના શિહોલી મોટી પાસેની બ્રીજની આસપાસ પાણી ભરાતા હાઇવે ઉપરથી પસાર થતાં વાહન ચાલકો પારાવારની હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોમાં અને ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખે માંગણી કરી છે.

અમદાવાદથી હિંમતનગર હાઇવે ઉપર દિન પ્રતિદિન વધી રહેલા વાહનની અવર જવરને પગલે ટ્રાફિક જામ તેમજ નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા હતા. ત્યારે અમદાવાદથી હિંમતનગર હાઇવેને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા રોડને સિક્સલેન બનાવવામાં આવ્યો છે. જોકે હાઇવે સિક્સલેન બનાવવામાં આવતા વાહન ચાલકોને રાહત થઇ ગઇ છે.

પરંતું તેની સાથે સાથે હાઇવેની આસપાસના ગામોને દુવિધાઓ પણ એટલી વધારી દીધી છે. તેમ સિક્સલેનનો રોડ બનાવતા પહેલાં વરસાદી પાણીના નિકાલ માટે નેચરલ વહેણ હતું.