જ્યારે ઘર, મકાન કે દુકાન ભાડે આપવાની આવે વાત, ભાડુઆતની નોંધણી કરાવવી છે ફરજીયાત
મકાન માલીક દ્વારા પોતાનુ મકાન કે દુકાન ભાડે આપતા પહેલા નજીકના પોલીસ સ્ટેશન ખાતે નોંધણી ફરજીયાતપણે કરાવવા સૂચના છે, જો આમ કરવામાં નહી આવે તો તમારા વિરુધ્ધકાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
*બગસરા વિસ્તાર ખાતે અલગ અલગ જગ્યાએ ભાડુઆત નોંધણી ન કરેલ ચાર મકાન માલીક ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ*
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (કાયદો અને વ્યસ્થા વિભાગ), ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા જિલ્લા ખાતે ભાડૂઆત નોંધણી ચેક કરવા અંગે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગરનાંઓ દ્વારા જીલ્લા ખાતે ભાડુઆત નોંધણી ચેક કરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે નોંધણી ન કરાવેલ મકાન માલીક વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસ અધિક્ષક સંજય ખરાત નાંઓ અમરેલી નાઓ દ્વારા આ ઝુંબેશ બાબતે જિલ્લા ખાતે વધુમાં વધુ કામગીરી કરવા સૂચના આપેલ હોય.
જે અનુસંઘાને એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી.ટીમ બગસરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન બગસરા ટાઉન ખાતે આવેલ અલગ અલગ જગ્યા ખાતે ભાડે આપેલ મકાન ખાતે જઈ ચેક કરતા મકાન માલીક દ્વારા પોતાના મકાન ભાડે આપી જે ભાડૂઆત અંગેની વિગત સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ન કરાવેલ હોય અને જીલ્લા મેજી. સા. શ્રી અમરેલીનાઓ દ્વારા ભાડૂઆત નોંધણી કરાવવા જાહેર કરેલ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે ચાર ઈસમો વિરુધ્ધ B.N.S. કલમ – ૨૨૩ હેઠળનો ગુનો દાખલ કરી બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આરોપીના નામ –
(૧) અશોકભાઈ મનસુખભાઈ ભુવા, રહે. ગોકળપરા, તા. બગસરા, જિ.અમરેલી
(૨) બાબુભાઈ વસ્તાભાઈ ભુવા રહે. ગોકળપરા, તા.બગસરા, જિ.અમરેલી
(૩) દિપભાઈ કિશોરભાઈ બોરડ, રહે. વૃંદાવન સોસાયટી, તા.બગસતા, જિ.અમરેલી
(૪) વિજયભાઈ રસીકભાઈ ગઠીયા રહે. કુકાવાવ નાકે, તા.બગસરા, જિ.અમરેલી
*આમ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના હેઠળ અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. નાજભાઈ પોપટ તથા હેડ કોન્સ.રાઘવેન્દ્રભાઈ ધાધલ, જીગ્નેશભાઈ પોપટાણી તથા પોલીસ કોન્સ.સ્વાગતભાઈ કુંવરીયા દ્વારા કરવામાં આવેલ છે.
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી