Gujarat

પરિવાર સૂતો હતો ત્યારે છત તૂટી પડી, પત્ની પાણી પીવા બહાર જતાં બચાવ થયો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના આદરીયાણા ગામમાં એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગત મોડી સાંજે જોરદાર પવન અને વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ભારે કડાકા અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદ પડી રહ્યો હતો. વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

રાત્રે દશરથ દજુ પંચાલ ઘરમાં સૂતા હતા. તેમના પત્ની પાણી પીવા માટે બહાર ગયા હતા. એ જ સમયે વરસાદ દરમિયાન ઘરનો કાટમાળ અને પતરાં મોટા અવાજ સાથે ધરાશાયી થયા. દશરથએ બૂમાબૂમ કરીને તરત જ પોતાનો જીવ બચાવી લીધો.

આ ઘટનામાં દશરથને નાની-મોટી ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે આદરીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ગામના તલાટી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પંચનામું કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.