Gujarat

દ્વારકામાં CNG સ્ટેશનના અભાવે વાહનધારકોને વ્યાપક મુશ્કેલી

યાત્રાધામ દ્વારકામાં સી.એન.જી. પંપ ઉપલબ્ધ ન હોવાના કારણે સી.એન.જી. રીક્ષા ચાલકો તેમજ અન્ય ગેસ આધારિત વાહનોને ગેસ ફીલીંગ કરવા માટે આશરે 30 કિમી દૂર કુરંગા સુધી ધકકો ખાવો પડે છે. આથી દ્વારકાના સી.એન.જી. રીક્ષાચાલકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ છે.

આ રજૂઆતમાં જણાવ્યાનુસાર દ્વારકા આસપાસ સીએનજી પંપના અભાવે ગેસ ભરાવવા માટે દ્વારકાથી આશરે 30 કિમી દૂર કુરંગા ગામ ખાતે આવેલ સીએનજી પંપ પર જવું પડે છે જયાં પણ લાંબી કતારો હોય જેના કારણે એકથી દોઢ કલાક સુધી વારો આવતો નથી.

જેના કારણે શાળાના બાળકોના આવન-જાવનમાં રોકાયેલી હોય બિનજરૂરી સમયનો વ્યય થતો હોય જેના કારણે બમણો આર્થિક માર લાગતો હોય દ્વારકામાં સીએનજી સ્ટેશન ખોલવા અથવા તો કુરંગા સીએનજી સ્ટેશન પર રીક્ષાચાલકો માટે અલાયદી લાઈનની વ્યવસ્થા કરાવી આપવા રજૂઆત કરવામાં આવી છે.