જામનગરના ગુરુદ્વારા માર્ગ પર આવેલી જય હતા દ્વારકાધીશ ટ્રાવેલ્સની ઓફિસ બહારથી મોબાઈલ અને લેપટોપની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. સીટી બી ડિવિઝન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
ટ્રાવેલ્સના સંચાલક મયુરભાઈની ફરિયાદ મુજબ, 1 જૂનના રોજ વહેલી સવારે 4:30 વાગ્યે અમદાવાદથી બસ આવી હતી. બસમાં કુલ 12 પાર્સલ હતા. તેમાં મેહુલભાઈ મૂળજીભાઈ ઠામાનું 14 મોબાઈલ અને લેપટોપ ધરાવતું પાર્સલ હતું.
આ પાર્સલ સવારે 4:30થી 10 વાગ્યા દરમિયાન ચોરાઈ ગયું હતું પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. પીઆઈ પી.પી. ઝા અને પીએસઆઈ એમ. મોઢવાડિયાની ટીમે નવાગામધેડ વિસ્તારના સન્ની જગદીશભાઈ સરવૈયા અને ગોપાલ ચોકના વિક્રમ ઉર્ફે રોટી સુરેશભાઈ પરમારની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1,18,500ની કિંમતના તમામ મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કર્યા છે. આ સાથે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.

