સમર્થ લોક સંત પૂજ્ય રઘુવીર દાસ બાપુ ગુરુ રામચરણદાસજી મહારાજ સ્થાપિત શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદર ની મુલાકાતે વિશ્વવિખ્યાત કથાકાર ડોક્ટરેટ પૂજ્ય મહાદેવ પ્રસાદ જી મહેતા, પૂજ્ય શાસ્ત્રીજી નરેન્દ્ર ભાઈ, મામલતદાર શ્રી શુક્લ સાહેબ, મહાનુભાવો સાથે શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે આવ્યા પધાર્યા હતા.
શ્રી ત્રંબકેશ્વર મહાદેવ ને જલાભિષેક કરી મંદિર પરિસરમાં દર્શન કરી આ ચેતનાની ભૂમિ છે એવી અનુભૂતિ વ્યકત કરી હતી પૂજ્ય નરેન્દ્રભાઈ શાસ્ત્રીજીએ ગુરુ મહિમા સાદી સરળ ભાષામાં સત્સંગ કર્યો હતો. ગુરુકૃપા થી શું થઈ શકે એની વાત કરી હતી.
આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય મહાદેવ પ્રસાદ જીએ દેવ ભાષા સંસ્કૃતમાં શિવ ભક્ત રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્ર નો સંવાદ સંસ્કૃતમાં અને માતૃભાષા ગુજરાતીમાં સવિસ્તાર કર્યો હતો.શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદર વતી પૂજારી શ્રી ધર્મેન્દ્રભાઈ રાવલે પૂજન અર્ચન કર્યું હતું ટ્રસ્ટી મંડળ મંડળે સાલ ઓઢાડી વિપ્ર વંદના કરી હતી.
મહાદેવ મંદિર ની તસવીર અર્પણ કરી હતી.આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ અને મહાદેવ મંદિરના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ ઝાટકીયા, કિશોરભાઈ નનાણીયા ,મનીષભાઈ ખખ્ખર ,મહેશ ભાઈ મારડીયા,યુંવક મંડળ ના સાગર ભાઇ ધોબી, બ્રહ્મ સમાજના અગ્રણી ગૌ ઉપાસક મયૂર રાવલ ,ધર્મેન્દ્ર મહેતા, નયનભાઈ અઘ્વર્યું, શરદભાઈ રાવલ ,શાસ્ત્રી પંડ્યા, નીરવભાઈ પંડ્યા, મહેન્દ્રભાઈ મિસ્ત્રી, વ્યાપારી અગ્રણી જયેશભાઈ મશરૂ, મુન્નાભાઈ સાંગાણી, બ્રિજેશભાઈ પટેલ, કારાભાઈ મેલવાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા વૈદિક સત્સંગમાં ખૂબ જ પ્રસન્નતા સભર અનુભૂતિ પૂજ્ય મહાદેવ પ્રસાદજીએ કરી હતી.
તસવીર અહેવાલ જીજ્ઞેશ પટેલ માણાવદર

