Gujarat

વિશ્વ મહિલા દિન  ૮ માર્ચ વિશ્વ મહિલા દિન સમગ્ર વિશ્વ ઈશ્વરનું બીજું સ્વરૂપ એવી મહિલાઓના દિવસ તરીકે ઉજવે છે

એક સ્ત્રી વિશ્વના ફલક ઉપર જિંદગીના રંગમંચ પર વગર રિહર્સલ દરેક ભૂમિકાને બખૂબી સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્રેત સર્જન છે તેવી માતાઓ, ભગિની, દીકરીઓને આ દિવસે એકત્રિત કરવાનું અને એકત્રિત થયેલી ૨૦૦ જેટલી શહેરની બહેનો દીકરીઓને સાથે મળી જુની રમતો- પાંચીકા દાવ, કુંડાળા દાવ, લીંબુ ચમચી વગેરેનો આનંદ પૂરો પાડવાનું આજના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરને લાભ મળ્યો
  
૨૦૨૮માં સંસ્થાના ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે તે સમયે ટ્રસ્ટ દ્વારા એક મહિલા પાંખની સ્થાપના કરી અને એ મહિલા પાંખ દ્વારા આજનું મિલન રાખવામાં આવેલું કાર્યક્રમમાં મહિલા પાંખના ફાઉન્ડર મેમ્બર  પુષ્પાબેન શેઠ, રેખાબેન નાગ્રેચા, શોભનાબેન ત્રિવેદી, જાગૃતીબેન રાવલ તથા કાર્યક્રમના કન્વીનર પારૂલબેન ગાંધી, કવિતાબેન ગાંધી, અને વંદનાબેન વાઘેલાની સફળ મહેનતના કારણે ઉપસ્થિત બહેનો ખૂબ આનંદથી હળ્યા- મળ્યા ,રમ્યા અને છેલ્લે પાણીપુરી તેમજ કેન્ડી ખાઈને સૌ છૂટા પડ્યા.
સુરત સ્થિત કેન્સર સર્જન ડો. ધ્વનિ જેમનું જન્મસ્થળ સાવરકુંડલા પરંતુ અભ્યાસ લંડનમાં થયેલો તેઓ ખાસ ઉપસ્થિત રહેલ અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોના મુખ પર અસાધારણ આનંદ જોઈ અતિ ખુશીની લાગણી અનુભવી.
કાર્યક્રમને સફળ બનાવવા વ્યાયામ મંદિરની ટીમ સંદિપભાઈ ખડદીયા અને કેતનભાઇના નેતૃત્વમાં ખડે પગે રહી આ વિચારને નિહાળવા સાવરકુંડલાના ભામાશા પરિવારના દીકરી અને સાવરકુંડલાનું ઘરેણું તથા નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ  શ્રીમતિ ચંદ્રિકાબેન ધીરૂભાઈ ઘેલાણી ખાસ ઉપસ્થિત રહ્યાં અને તેઓએ તેમની પ્રસન્નતા દર્શાવતા હર્ષ સભર બહેનોની રમતો નિહાળી. પત્રકાર પાંધીસર તથા યોગેશભાઈ ઉનડકટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું કવરેજ કરેલ છે
માતૃશક્તિને પ્રણામ સહ મહિલા પાંખ કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરની આ પ્રથમ પ્રવૃત્તિને ધન્યવાદ સહ.
બિપીન પાંધી સાવરકુંડલા