ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી-રાજકોટ દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (ડી.એલ.એસ.એસ.)માટે યંગ ટેલેન્ટ બેટરી ટેસ્ટ યોજવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથલેટિક્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જુદી જુદી ટેસ્ટમાં ૩૦ મીટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ, મેડિસિન બોલ થ્રો, ૬ બાય ૧૦ શટલ રન, ફોરવર્ડ બેન્ડ અને રીચ, તેમજ ૮૦૦ મીટર દોડની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજકોટમાંથી ૨૫૩ જેટલી અંડર-૯ તથા અંડર-૧૧ કિશોરીએ ભાગ લીધો હતો.