Gujarat

દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ઝોઝ પોલીસ

આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લો તથા આર.વી..પટેલ I/C નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ રાજ્ય બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જેથી વી.એસ.ગાવિત ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. નાઓની સુચના અને માર્ગદર્શન આધારે
ઝોઝ પોલીસ સ્ટેશનના એચ.આર.પ્રજાપતિ પોલીસ સબ ઇન્સપેક્ટર ઝોઝ તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન.૦૪૧૧/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫.એ.ઈ, ૯૮(૨), ૮૧,૧૧૬(બી) મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ભીમસીંગભાઈ ઉર્ફે ભિીમાભાઈ રાઠવા રહે,સીંગલાજા નિશાળ ફળીયા તા. જી.છોટાઉદેપુર નાઓ છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો હોય અને આજરોજ થોડા સમય પહેલા જ તેના ઘરે આવેલ હોય જેથી તેના ઘરે જતા તે ઘરે હાજર હોય તેને ગુના સબંધે પુછતા પોતે ઉપરોક્ત ગુનાના કામે છેલ્લા એકાદ વર્ષથી અલગ અલગ જગ્યાએ રહી પોલીસની પકડથી બચવા નાસતો ફરતો હોવાની કબુલાત કરતો હોય જેથી તેનુ શરીરસ્થિતિનું પંચનામુ કરી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ની કલમ ૩૫ (૧) (જે) મુજબ અટક કરીને કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર