જે અનુસંધાને જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો. અને જાતે હાજર રહી બંદોબસ્ત નું સુપરવિઝન કરેલ હતું.
દરમિયાન પોલીસને માહિતી મળેલ કે એક નેધરલેન્ડના વયો વૃદ્ધ નાગરિક જેનું નામ અમદરે છે. અને પોતે પોતાના ગ્રુપથી વિખુટા પડી ગયેલ છે. અને ક્યાં છે. તેની ખબર નથી.
જેથી જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા વિદેશી નાગરિકને શોધી કાઢવા અલગથી ટીમો બનાવી કવાંટ બજારના અલગ અલગ વિસ્તારોમાં શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. દરમિયાન વિદેશી નાગરિક નસવાડી રોડ ઉપર બેસેલ અને ચિંતિત અવસ્થામાં મળી આવેલ હતા.
જેથી છોટાઉદેપુર પોલીસ દ્વારા તેને સાંત્વના આપી પાણી પીવડાવી તેમના ગ્રુપ સાથે મિલન કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયેલા હતા. તેમના ગ્રુપ દ્વારા છોટાઉદેપુર જિલ્લા પોલીસનો આભાર પણ માન્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

