Gujarat

જામનગર મનપા કમિશનરની સ્થળ મુલાકાત, એક સપ્તાહમાં પાડતોડની કાર્યવાહી શરૂ થશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂ. 600 કરોડના રીવરફ્રન્ટ પ્રોજેક્ટને આગળ ધપાવવા મક્કમ નિર્ણય લેવાયો છે. નદી કિનારે આવેલા 340 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્રએ કલમ 478(1) હેઠળ નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરી છે.

મનપા કમિશનર ડી.એન. મોદી, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જિનિયર ભાવેશ જાની અને એસ્ટેટના અધિકારી મુકેશ વરણવા સહિતની ટીમે આજે સ્થળ મુલાકાત લીધી હતી. આગામી એક સપ્તાહમાં દબાણો દૂર કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સ્થળ મુલાકાત દરમિયાન દબાણોની સ્થિતિ જોઈને કમિશનર ચોંકી ઉઠ્યા હતા. તેમણે અધિકારીઓને કોઈની શેહશરમ રાખ્યા વિના ઝડપથી દબાણો દૂર કરવા સૂચના આપી છે. ચોમાસા દરમિયાન આ દબાણોને કારણે નદીનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતું હોવાથી ગરીબ લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે.

રાજ્ય સરકારે રીવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. સરકાર વખતોવખત જામનગરને અનુદાન આપશે અને પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. દબાણો દૂર થતાં રીવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી વેગવંતી બનશે.