International

બાંગ્લાદેશની એક કોર્ટે શેખ હસીના, તેમના પુત્ર સજીબ વાજેદ અને અન્ય ૧૬ લોકો વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જારી કર્યું

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ની તકલીફોમાં વધારો

બાંગ્લાદેશની એક કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના, તેમના પુત્ર સજીબ વાજેદ અને અન્ય ૧૬ લોકો વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ બધા પર ભ્રષ્ટાચારનો આરોપ છે. એવો આરોપ છે કે હસીના અને અન્ય આરોપીઓ રાજધાની ઢાકાની બહાર રહેણાંક પ્લોટની ફાળવણીમાં અનિયમિતતાઓમાં સામેલ હતા.

“ઢાકા મેટ્રોપોલિટન સિનિયર સ્પેશિયલ જજની કોર્ટે ભ્રષ્ટાચાર વિરોધી આયોગ (છઝ્રઝ્ર) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટના આધારે પૂર્વાચલ ન્યુ ટાઉનમાં જમીન ફાળવણીમાં અનિયમિતતાના બે કેસોમાં વોરંટ જારી કર્યા છે,” કોર્ટના એક અધિકારીએ જણાવ્યું. ફરિયાદ પક્ષના વકીલના મતે, મોટાભાગના આરોપીઓ સરકારી અધિકારીઓ હતા. કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે જાે પૂર્વ વડા પ્રધાન અને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો ૨૯ એપ્રિલે રિપોર્ટ રજૂ કરવામાં આવે.

આ બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે ન્યાયાધીશ ઝાકિર હુસૈને ઢાકા અને દેશના અન્ય ભાગોમાં એક ડઝનથી વધુ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીઓને સંબંધિત તારીખ સુધીમાં તેમના આદેશના અમલીકરણ અંગે પ્રગતિ અહેવાલો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

જાે કે, આ જ કોર્ટે અગાઉ રાજકીય શક્તિનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર જમીન ફાળવણીના આરોપમાં હસીના, તેમની પુત્રી સાયમા વાઝેદ પુતુલ, તેમની બહેન શેખ રેહાના, બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ રિઝવાના સિદ્દીક, રેહાનાના પુત્ર રદવાન મુજીબ સિદ્દીક અને અન્ય ૪૮ લોકો સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.