યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ ગુરુવારે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાના પાપુઆ પ્રાંતમાં ૬.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપ ૭૦ કિમી (૪૩.૫ માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો.
જાેકે, અત્યાર સુધી કોઈ નુકસાન કે કોઈ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી.
યુએસજીએસ અનુસાર, ૨.૩૧ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને ૧૩૮.૮૬ ડિગ્રી પૂર્વ રેખાંશ પર આવેલા ભૂકંપનું કેન્દ્ર અબેપુરાથી લગભગ ૨૦૦ કિમી દૂર સ્થિત હતું. જાેકે, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ સુનામી ચેતવણી જારી કરવામાં આવી નથી.
ફિલિપાઇન્સના દક્ષિણ કિનારા પર ૭.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. ભૂકંપ પછી, યુએસ પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રે ફિલિપાઇન્સના દક્ષિણ મિંડાનાઓ પ્રદેશ અને ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી માટે પણ સુનામી ચેતવણી જારી કરી હતી. જાેકે, તેને પાછળથી પાછી ખેંચી લેવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્ર માનય શહેરથી લગભગ ૪૩ કિમી પૂર્વમાં સમુદ્રમાં હતું. તેમણે જણાવ્યું હતું કે ભૂકંપને કારણે દાવાઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત અનેક ઇમારતોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. જાેકે એરપોર્ટ કાર્યરત રહ્યું અને કોઈ ફ્લાઇટ ઓપરેશનને અસર થઈ ન હતી
“હું મારી કાર ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક તે ધ્રુજી ઉઠી અને મેં વીજળીના તાર જાેરશોરથી હલતા જાેયા. જમીન ધ્રુજતા અને વીજળી ગુલ થતાં લોકો ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળી ગયા,” દાવાઓ ઓરિએન્ટલમાં ગવર્નર જેનેરોસો શહેરના આપત્તિ-શમન અધિકારી જુન સાવેદ્રાએ ૧૦ ઓક્ટોબરના રોજ ધ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું.