International

આતંકવાદી હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાનની કરાંચીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરતો હતો અબ્દુલ રહેમાન

પાકિસ્તાનના કરાંચીમાં ભારતના દુશ્મન હાફિઝ સઈદના વધુ એક સંબંધીની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનના કરાંચીમાં બંદૂકધારીએ હાફિઝ સઈદના સંબંધીની ગોળી મારીને હત્યા કરી છે. આતંકવાદી હાફિઝ સઈદના સંબંધી, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરનાર અબ્દુલ રહેમાનને કરાંચીમાં ગોળી મારવામાં આવી છે. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન લશ્કર માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરતો હતો.

આતંકવાદી હાફિઝના સંબંધી પર થયેલા હુમલાનો સીસીટીવી ફુટેજ વાયરલ થયો છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ અબ્દુલ રહમાનની દુકાનમાં સામાન ખરીદવા આવે છે. આ દરમિયાન હુમલાખોર અચાનક બંદૂક નિકાળે છે અને રહેમાન પર ફાયરિંગ કરી ફરાર થતો જાેવા મળી રહ્યો છે. ગોળી વાગ્યા બાદ રહમાનને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જાેકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે.