શનિવારે પોસ્ટ વિભાગે યુનાઇટેડ સ્ટેટ્સમાં તમામ પોસ્ટલ સેવાઓને હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી, જેમાં યુએસ કસ્ટમ નિયમોમાં ફેરફારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે આ મહિનાના અંતમાં અમલમાં આવશે.
આ ર્નિણય યુએસ વહીવટીતંત્ર દ્વારા ૩૦ જુલાઈના રોજ જારી કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર નંબર ૧૪૩૨૪ ને અનુસરે છે, જે ૮૦૦ યુએસ ડોલર સુધીના માલ માટે ડ્યુટી-ફ્રી ડી મિનિમિસ મુક્તિ પાછી ખેંચે છે. ૨૯ ઓગસ્ટથી, “યુએસએ માટે નિર્ધારિત તમામ આંતરરાષ્ટ્રીય પોસ્ટલ વસ્તુઓ, તેમના મૂલ્યને ધ્યાનમાં લીધા વિના, દેશ-વિશિષ્ટ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટ (IEEPA) ટેરિફ ફ્રેમવર્ક મુજબ કસ્ટમ ડ્યુટીને આધીન રહેશે,” વિભાગે જણાવ્યું હતું. જાેકે, ૧૦૦ યુએસ ડોલર સુધીની ભેટ વસ્તુઓ મુક્ત રહેશે.

