International

ઈઝરાયલના એરપોર્ટ પર મિસાઈલ હુમલો થતાં એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ ડાયવર્ટ, નેતન્યાહૂએ તાત્કાલિક એક બેઠક બોલાવી

૩ મે ૨૦૨૫ના રોજ સવારે ઈઝરાયલમાં આવેલા બેન ગુરિયન એરપોર્ટ પર એક ઘટનાને કારણે દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં૧૩૯ ને અબુ ધાબી કરવામાં આવી છે. આ મિસાઈલ હુમલો એર ઈન્ડિયા ફ્લાઈટ છૈં૧૩૯ના તેલ અવીવમાં લેન્ડિંગના કલાક પહેલાં જ થયો હતો. ત્યારબાદ નેતન્યાહુ સાંજે ૭ વાગ્યે તેમના સુરક્ષા મંત્રીમંડળ સાથે પણ બેઠક કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેતન્યાહૂ આ બેઠકમાં હુતી બળવાખોરો સામેની તેમની કાર્યવાહી અંગે ચર્ચા કરશે.

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, એરઈન્ડિયાની ફ્લાઈટ જાેર્ડિયન એરસ્પેસમાં હતી, ત્યારે અચાનક હુથીઓ દ્વારા બેન ગુરિયન એરપોર્ટ પર હુમલો થયો હતો. ઈઝરાયલની સેના આ મિસાઈલ હુમલો અટકાવવા નિષ્ફળ રહી હતી. જાે કે, હુમલામાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. છ જણ ઘાયલ થયા હતાં. હુમલા બાદ તમામ ફ્લાઈટ સેવાઓને સ્થગિત કરવામાં આવી છે.

એર ઈન્ડિયાએ સત્તાવાર જાહેરાત કરી છે કે, મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતાં તેલ અવીવ જઈ રહેલી તમામ ફ્લાઈટ્સને ૬ મે, ૨૦૨૫ સુધી સ્થગિત કરવામાં આવી છે. ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોને સંભવિત તમામ મદદ કરી રહ્યું છે, તેમજ તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

એર ઈન્ડિયા દ્વારા ૩થી ૬ મે સુધીની તમામ ફ્લાઈટ્સ બુકિંગને રિશિડ્યુલ તેમજ કેન્સલ કરવા પર સંપૂર્ણ રિફંડ આપવાની જાહેરાત પણ કરી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં આ ર્નિણય લેવામાં આવ્યો છે.