International

દક્ષિણ ગ્રીક ટાપુઓ પર ૬.૧ ની તીવ્રતાનો ભૂકંપ

યુનાઇટેડ સ્ટેટ્સ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અનુસાર, ગુરુવારે વહેલી સવારે દક્ષિણ ગ્રીક ટાપુઓ પર રિક્ટર સ્કેલ પર ૬.૧ ની તીવ્રતાનો એક વિશાળ ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્રબિંદુ ક્રેટના ઉત્તરી કિનારે આવેલા એલોન્ડાથી ૫૮ કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વમાં સમુદ્રમાં હતું. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ મુજબ, ભૂકંપ ૬૯ કિલોમીટર ઊંડો હતો.

જાે કે, ભૂકંપના આંચકા બાદ નુકસાન કે ઈજાના તાત્કાલિક કોઈ પ્રકારના અહેવાલ નથી.

મહત્વનું છે કે, બે દિવસ અગાઉ ૨૦ મેના રોજ પશ્ચિમ નેપાળના કાસ્કી જિલ્લામાં ૪.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્રના જણાવ્યા અનુસાર, કાઠમંડુથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર કાસ્કી જિલ્લાના સિનુવા વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો ભૂકંપ બપોરે ૧.૫૯ વાગ્યે નોંધાયો હતો.