International

આજેર્ન્ટિના અને ચિલીમાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

દક્ષિણ અમેરિકાના બે દેશોમાં ભયંકર ભૂકંપ

દક્ષિણ અમેરિકાના બે મુખ્ય દેશોમાં ભયંકર ભૂકંપના આંચકા અનુભવાયા, આજેર્ન્ટિના અને ચિલીમાં ભૂકંપના જાેરદાર આંચકા આવ્યા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (ેંજીય્જી) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૪ માપવામાં આવી હતી. આ ભૂકંપ દરિયાની અંદર આવ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ હલનચલન અનુભવાઈ હતી.દેશના દક્ષિણ છેડાની નજીક રહેતા લોકોને તેમના વિસ્તારો ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે.

USGS એ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર આજેર્ન્ટિનાના ઉશુઆયા શહેરથી ૨૧૯ કિલોમીટર (૧૭૩ માઇલ) દક્ષિણમાં સમુદ્રની નીચે હતું. ભૂકંપના જાેરદાર આંચકા સાથે, લોકો પોતાના ઘર છોડીને ખાલી જગ્યાઓ તરફ દોડવા લાગ્યા. હાલમાં કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. સ્થાનિક મીડિયા અનુસાર, ચિલીના પુન્ટા એરેનાસ અને આજેર્ન્ટિનાના રિયો ગેલેગોસ શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

USGS એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર આજેર્ન્ટિનાના ઉશુઆયા શહેરથી ૨૧૯ કિલોમીટર (૧૭૩ માઇલ) દક્ષિણમાં સમુદ્રની નીચે હતું. ભૂકંપના જાેરદાર આંચકા સાથે, લોકો પોતાના ઘર છોડીને ખાલી જગ્યાઓ તરફ દોડવા લાગ્યા. હાલમાં કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. સ્થાનિક મીડિયા અનુસાર, ચિલીના પુન્ટા એરેનાસ અને આજેર્ન્ટિનાના રિયો ગેલેગોસ શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

મેગાલેનેસ ચિલીનો સૌથી મોટો અને દક્ષિણનો પ્રદેશ છે, અને તેની વસ્તી સૌથી ઓછી છે. સરકારી આંકડા મુજબ, ૨૦૧૭ માં તેની કુલ વસ્તી લગભગ ૧ લાખ ૬૬ હજાર હતી. ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે કહ્યું કે દેશ પાસે ભૂકંપનો સામનો કરવા માટે તમામ સંસાધનો ઉપલબ્ધ છે.