ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શનિવારે સૂચના આપી હતી કે ભારતે પાકિસ્તાનથી તમામ પ્રકારના માલ-સામાનની સીધી કે પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સંદર્ભમાં એક નવી જાેગવાઈ વિદેશ વેપાર નીતિ (હ્લ્ઁ) ૨૦૨૩ માં ઉમેરવામાં આવી છે, જે તાત્કાલિક લાગુ કરવામાં આવશે.
વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આયાત પર પ્રતિબંધના કોઈપણ અપવાદ માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીની જરૂર પડશે.

“પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ: પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા નિકાસ કરાયેલા તમામ માલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત અથવા પરિવહન, ભલે તે મુક્તપણે આયાત કરી શકાય કે ન કરી શકાય, આગામી આદેશો સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધિત રહેશે. આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધના કોઈપણ અપવાદ માટે ભારત સરકારની પૂર્વ મંજૂરીની જરૂર પડશે,” સૂચનામાં જણાવાયું છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ તેના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાને સુરક્ષિત રાખવા અને જાહેર નીતિને જાળવી રાખવા માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
નોટિફિકેશનના મુખ્ય મુદ્દાઓ:-
પાકિસ્તાનથી આવતી બધી ચીજાે આ પ્રતિબંધ હેઠળ આવરી લેવામાં આવી છે, પછી ભલે તે સામાન્ય રીતે મુક્તપણે આયાત કરી શકાય કે અન્ય નિયમો હેઠળ પરવાનગી આપવામાં આવે. આ પ્રતિબંધ ફક્ત આયાત પર જ નહીં પરંતુ ભારતમાંથી પરિવહન પર પણ લાગુ પડે છે.
રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે.
ભારત સરકાર દ્વારા ખાસ મંજૂરી ન મળે ત્યાં સુધી કોઈ અપવાદોને મંજૂરી આપવામાં આવશે નહીં.
૨૦૨૪-૨૫ ના સમયગાળાના એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન, પાકિસ્તાનથી થતી મુખ્ય આયાતમાં ૦.૦૮ મિલિયન ડોલરના મૂલ્યના ફળો અને બદામ, ૦.૨૬ મિલિયન ડોલરના મૂલ્યના પસંદગીના તેલીબિયાં અને ઔષધીય છોડ, તેમજ કાર્બનિક રસાયણોનો સમાવેશ થાય છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આ ર્નિણય લેવામાં આવ્યો છે. ૨૨ એપ્રિલના હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધાં છે, જેમાં પાકિસ્તાની નાગરિકો માટે વિઝા રદ કરવા, સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને અન્ય રાજદ્વારી પગલાંનો સમાવેશ થાય છે.

