International

અસીમ મુનીરની ધમકી: ભારત ભ્રમમાં ન રહે

પાકિસ્તાનના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ ફોર્સિસ (CDF) બનેલા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે સોમવારે CDFનો પદભાર સંભાળ્યો. તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ હુમલાની સ્થિતિમાં પાકિસ્તાનનો પ્રતિભાવ પહેલાં કરતાં વધુ ઝડપી અને કઠોર હશે. રાવલપિંડી સ્થિત ય્ૐઊમાં યોજાયેલા સમારોહમાં ગાર્ડ ઑફ ઑનર મળ્યા પછી તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, ભારત કોઈ ભ્રમમાં ન રહે. કોઈપણ સંભવિત આક્રમક પગલાં પર પાકિસ્તાનનો પ્રતિભાવ પહેલાં કરતાં વધુ ઝડપી, કઠોર અને વ્યાપક હશે. મુનીરે કહ્યું હતું કે આધુનિક યુદ્ધ હવે સાયબરસ્પેસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, સ્પેસ, ઇન્ફોર્મેશન વૉર, છૈં અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવાં નવાં ક્ષેત્રો સુધી વિસ્તર્યું છે. દળોને આધુનિક પડકારોને અનુરૂપ પોતાને ઢાળવા જરૂરી છે. તેમણે કહ્યું હતુું કે પાકિસ્તાન શાંતિપૂર્ણ રાષ્ટ્ર છે. કોઈને પણ ઇસ્લામાબાદની પ્રાદેશિક અખંડિતતા કે સાર્વભૌમત્વને ચકાસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુનીરે ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સેના અને નાગરિકોનાં ધૈર્ય, સહનશીલતાની પ્રશંસા પણ કરી.

પાકિસ્તાન સરકારે ૪ ડિસેમ્બરે મુનીરને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) અને ચીફ ઓફ આર્મી સ્ટાફ (CDF) તરીકે નિયુક્ત કર્યા હતા. બંને પદો પર તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. નિયુક્તિને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ મંજૂરી આપી હતી. મુનીર પાકિસ્તાનના પ્રથમ સૈન્ય અધિકારી છે, જે એકસાથે ઝ્રડ્ઢહ્લ અને ર્ઝ્રંછજી બંને પદ સંભાળશે. વડાપ્રધાન શાહબાઝ શરીફે નિયુક્તિની ભલામણ કરતા રાષ્ટ્રપતિને સારાંશ મોકલ્યો હતો. મુનીરને આ જ વર્ષે ફિલ્ડ માર્શલના પદ પર પદોન્નત કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાની સંસદે ૧૨ નવેમ્બરના રોજ સેનાની તાકાત વધારતો ૨૭મો બંધારણીય સુધારો પસાર કર્યો હતો. આ અંતર્ગત મુનીરને CDF બનાવવામાં આવ્યા. આ પદ મળતાં જ તેમને પાકિસ્તાનનાં પરમાણુ હથિયારોની કમાન પણ મળી ગઈ, એટલે કે તેઓ દેશની સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે. ખરેખર ૨૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ જનરલ મુનીરને સેનાપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો મૂળ કાર્યકાળ ત્રણ વર્ષનો હતો, એટલે કે ૨૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ પૂરો થઈ ગયો.