International

‘PoK પર ગેરકાયદેસર કબજાે, ખાલી કરવો જ પડશે ‘ UNSCમાં ભારતની ચેતવણી

જમ્મુ અને કાશ્મીર પર પાયાવિહોણા નિવેદનો કરવા બદલ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટીકા કરી

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર જાેરદાર પ્રહારો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શાંતિ જાળવવાના મુદ્દા પર ચર્ચાનો પ્રસંગ હતો. અહીં પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. જાેકે, આ વખતે પણ ભારતે પાડોશી દેશને અરીસો બતાવ્યો અને તેને સખત ઠપકો આપ્યો.

આ ચર્ચાનો વિષય ‘સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં સુસંગતતા વધારવી‘ હતો, પરંતુ પાકિસ્તાને ફરી એકવાર તેમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. હરીશે જવાબ આપ્યો કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાન આ વિસ્તાર પર ગેરકાયદેસર રીતે કબજાે કરી રહ્યું છે, જેને તેણે તાત્કાલિક ખાલી કરવો જાેઈએ.

ભારતે પાકિસ્તાન પર નિશાનો સાધતા કહ્યું કે પાકિસ્તાને ફરીથી બિનજરૂરી ટિપ્પણીનો સહારો લીધો છે. પરંતુ તેનાથી ન તો તેના ગેરકાયદેસર દાવા સાચા સાબિત થાય કે ન તો તેની સ્ટેટ સ્પોન્સર્ડ આતંકવાદની નીતિ સાચી સાબિત થાય. વધુમાં હરીશે જણાવ્યું કે ભારત આ પ્લેટફોર્મનું ધ્યાન પાકિસ્તાનના સંકુચિત અને વિભાજનકારી એજન્ડા તરફ વાળવા દેશે નહીં. તેમણે સ્પષ્ટતા કરી કે ભારત આ બાબતે વધુ વિગતવાર જવાબ આપવાનું ટાળશે.

ભારતે એમ પણ કહ્યું કે તે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાનની જવાબદારી છે કે તે પહેલા આતંકવાદને ખતમ કરે અને શાંતિનું વાતાવરણ બનાવે, જેથી બંને દેશો વચ્ચે કોઈ પ્રકારની વાતચીત શક્ય બની શકે. અંતે, ભારતે પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચ પર તેની નાની મોટી રાજનીતિ ન કરવાની સલાહ પણ આપી. અહીં આપણે શાંતિની વાત કરવાની છે, જૂના વિવાદોને મહત્વ ન આપવું. એકંદરે, ભારતે ફરી પાકિસ્તાનને યાદ અપાવ્યું કે ર્ઁદ્ભ પર તેનો ગેરકાયદે કબજાે કોઈપણ સંજાેગોમાં ચલાવી લેવાશે નહીં.