અમેરિકા ગાઝા પટ્ટી પર કબજાે કરશે અને તેનો વિકાસ કરશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં મિટિંગ થઈ હતી. આ સમય દરમિયાન, બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ. બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ નું પદ સંભાળ્યા પછી ટ્રમ્પની કોઈ વિદેશી નેતા સાથેની આ પહેલી મુલાકાત હતી. મુલાકાત પછી, બંનેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે અમેરિકા ગાઝા પટ્ટીની માલિકી લે અને તેનો વિકાસ કરે. તેમણે કહ્યું કે, અમેરિકા યુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન પ્રદેશ ગાઝા પટ્ટી પર કબજાે કરશે અને તેનો વિકાસ કરશે. તે તેના માલિકી હકો પણ જાળવી રાખશે.
તેમજ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે રિપબ્લિકન નેતાનો વિચાર એવો છે જે ઇતિહાસ બદલી શકે છે અને ટ્રમ્પ ગાઝા માટે એક અલગ ભવિષ્યની કલ્પના કરે છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, “અમે ગાઝા પર અમારો અધિકાર સ્થાપિત કરીશું અને સ્થળ પરના તમામ ખતરનાક બોમ્બ અને અન્ય શસ્ત્રોના નાશની જવાબદારી લઈશું. અમે નાશ પામેલી ઇમારતોને તોડી પાડીશું અને એક એવો આર્થિક વિકાસ કરીશું જે લોકોને અમર્યાદિત પુરવઠો પૂરો પાડશે. નોકરીઓ અને રહેઠાણ પૂરું પાડશે.”
આ પ્રદેશમાં કોઈપણ સુરક્ષા ખાલી જગ્યા ભરવા માટે સૈનિકો તૈનાત કરવાની શક્યતા વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “અમે તે જ કરીશું. જે જરૂરી હશે, તો અમે તે કરીશું.”
ટ્રમ્પે કહ્યું કે તેઓ તેમની વિકાસ યોજનાને અનુસરીને ગાઝામાં રહેતા વિશ્વભરના લોકોનું સ્વપ્ન જુએ છે. તેમણે કહ્યું કે તેઓ મધ્ય પૂર્વના તેમના ભવિષ્યના પ્રવાસ દરમિયાન ગાઝા, ઇઝરાયલ અને સાઉદી અરેબિયાની મુલાકાત લેવાની યોજના ધરાવે છે. જાેકે, તેમણે કોઈ સમય સ્પષ્ટ કર્યો નથી.