International

આશા છે કે, નવી દિલ્હી અને ઈસ્લામાબાદ પોતાના મતભેદોને દૂર કરી, દ્વીપક્ષીય આધારે શાંતિપૂર્ણ, રાજકીય અને વ્યૂહનૈતિક રૂપે સમાધાન કરાશે: મારિયા ઝાખારોવા

ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનને હચમચાવ્યા બાદ રશિયાએ આપી પહેલી પ્રતિક્રિયા

ભારત તરફથી પાકિસ્તાન કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ રશિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં રશિયાએ બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું હતું કે, ‘પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સૈન્ય અથડામણથી અમે ખૂબ ચિંતિત છીએ. રશિયા આતંકવાદની નિંદા કરે છે અને તેના તમામ સ્વરૂપોનો વિરોધ કરે છે. રશિયા આવા તમામ આંતકીઓનો સામનો કરવા વિશ્વ સમુદાયના પ્રયાસોનો એકજૂટતાથી સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. અમે સંબંધિત પક્ષોને સંયમ રાખવાની અપીલ કરીએ છીએ, જેનાથી સ્થિતિ વધુ ન બગડે.’

મારિયા ઝાખારોવે ‘ઓપરેશન સિંદૂર’ વિશે કહ્યું હતું કે, ‘અમને આશા છે કે, નવી દિલ્હી અને ઈસ્લામાબાદ પોતાના મતભેદોને ૧૯૭૨ના શિમલા કરાર અને ૧૯૯૯ના લાહોર કરારની જાેગવાઈ અનુસાર, દ્વીપક્ષીય આધારે શાંતિપૂર્ણ, રાજકીય તેમજ વ્યૂહનૈતિક રૂપે સમાધાન કરાશે.’