International

UNSCના અસ્થાયી સભ્ય તરીકે પાકિસ્તાનનો ૨ વર્ષનો કાર્યકાળ શરૂ

એમ્બેસેડર મુનીર અકરમે કહ્યું કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ વિશ્વની સામેના મોટા પડકારોને ઉકેલવામાં ‘સક્રિય અને રચનાત્મક’ ભૂમિકા ભજવશે

નવા વર્ષની શરૂઆત સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઘણા સભ્યો બદલાઈ ગયા છે. હવે પાકિસ્તાને તેમાં અસ્થાયી સભ્ય તરીકે પ્રવેશ કર્યો છે. આજે એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના અસ્થાયી સભ્ય તરીકે બે વર્ષનો કાર્યકાળ શરૂ કર્યો. આ દરમિયાન એમ્બેસેડર મુનીર અકરમે કહ્યું કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ વિશ્વની સામેના મોટા પડકારોને ઉકેલવામાં ‘સક્રિય અને રચનાત્મક’ ભૂમિકા ભજવશે.

અકરમે સરકારી સમાચાર એજન્સી એપીપી (એસોસિએટેડ પ્રેસ ઓફ પાકિસ્તાન)ને કહ્યું કે સુરક્ષા પરિષદમાં અમારી હાજરી અનુભવાશે. પાકિસ્તાન ૨૦૨૫-૨૬માં સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય રહેશે. અકરમે કહ્યું કે અમે એવા સમયે કાઉન્સિલના સભ્ય બની રહ્યા છીએ જ્યારે વૈશ્વિક રાજકારણ ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે.

યુરોપ, મધ્ય પૂર્વ, આફ્રિકા અને અન્યત્ર યુદ્ધો ચાલી રહ્યા છે અને હથિયારોની સ્પર્ધા ઝડપથી વધી રહી છે. પાકિસ્તાને જાપાનનું સ્થાન લીધું છે, જે હાલમાં સુરક્ષા પરિષદમાં એશિયન બેઠક ધરાવે છે, જે આંતરરાષ્ટ્રીય શાંતિની સ્થાપના અને જાળવણી માટેનું પ્રાથમિક સાધન છે. પાકિસ્તાનને આઠમી વખત ૧૫ સભ્યોની સુરક્ષા પરિષદની અસ્થાયી સભ્યતા મળી છે.

જૂનમાં, પાકિસ્તાન બહુમતી મત દ્વારા અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું હતું. ૧૯૩ સભ્યોની જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનને ૧૮૨ વોટ મળ્યા હતા, જે જરૂરી ૧૨૪ વોટ કરતા ઘણા વધારે હતા. પાકિસ્તાન અગાઉ ૨૦૧૨-૧૩, ૨૦૦૩-૦૪, ૧૯૯૩-૯૪, ૧૯૮૩-૮૪, ૧૯૭૬-૭૭, ૧૯૬૮-૬૯ અને ૧૯૫૨-૫૩માં સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય રહ્યું છે. ેંદ્ગજીઝ્રમાં કુલ ૧૫ સભ્ય દેશો છે, જેમાંથી ૫ કાયમી છે અને ૧૦ અસ્થાયી છે.

સ્થાયી સભ્યોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. સુરક્ષા પરિષદમાં ૨ વર્ષ માટે ૧૦ અસ્થાયી દેશો સામેલ છે. તેઓ પ્રાદેશિક ધોરણે એક પછી એક પસંદ કરવામાં આવે છે. ૫ બેઠકો આફ્રિકન અને એશિયન દેશોને, એક પૂર્વ યુરોપિયન દેશોને, બે લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોને અને બે પશ્ચિમ યુરોપિયન અને અન્ય દેશોને આપવામાં આવી છે.