International

યુદ્ધ લંબાવવા માટે શાંતિ વાતાઘાટો ટાળી રહ્યા છે પુતિન: યુક્રેન રાષ્ટ્રપ્રમુખ

ઝેલેંસ્કીનું રશિયાને લઈને વિવાદિત નિવેદન

એક તરફ બે દેશો વચ્ચે યુદ્ધવિરામ ની ચર્ચા ચાલું છે ત્યારે બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ રશિયા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મોસ્કો જાણીજાેઈને શાંતિ વાતાઘાટો લટકાવીને ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને હજુ લંબાવવા માગે છે. તેમણે આ નિવેદન તૂર્કીયેના ઇસ્તામ્બુલમાં થયેલી હાલની વાતઘાટો બાદ આપ્યું. થોડા દિવસ અગાઉ રશિયા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે ત્રણ વર્ષમાં પહેલીવાર આમને-સામને વાતચીત થઈ. ઝેલેંસ્કીએ વાતાઘાટોમાં સામેલ રશિયન પ્રતિનિધિમંડળને મગજ વગરના ગણાવતા કહ્યું કે, સ્પષ્ટ છે કે રશિયા માત્ર ટાળી રહ્યું છે, જેથી તે કબજાે અને યુદ્ધ ચાલુ રાખી શકે.

આ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે, તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઝેલેંસ્કી બંને સાથે સોમવાર ફોન પર વાત કરી અને તેમના અનુસાર વાતચીતમાં એક મોટી પ્રગતિ થઈ છે. જાે બધુ બરાબર ચાલ્યું તો સીઝફાયર તાત્કાલિક થઈ શકે છે, જાે કે પુતિને હજુ સુધી કોઈ તાત્કાલિક અને શરત વગરના યુદ્ધવિરામને મંજૂરી આપી નથી. પરંતુ પુતિને મેમોરેન્ડમ પર કામ કરવાની વાત કહી જેમાં સંઘર્ષ સમાપ્ત કરવાને લઈને બંને પક્ષોના મતભેદોની રૂપરેખા આપશે.

૨૦ મેના રોજ બ્રિટન અને યુરોપિયન સંઘે રશિયા પર નવા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પ્રતિબંધો ખાસ કરીને રશિયાના શૈડો ફ્લીટ, ઓઇલ ટેન્કરો અને તે નાણાકીય કંપનીઓ પર લાગૂ થશે જે રશિયાને ય્૭ અને ઈયૂની ૬૦ ડોલર પ્રતિ બેરલની ઓઇલ કિંમત મર્યાદાથી બચવામાં મદદ કરી રહી છે. આ નવા પ્રતિબંધોનો ઉદ્દેશ્ય રશિયાની અર્થવ્યવસ્થા પર વધુ દબાણ બનાવે છે જેથી તેઓ યુદ્ધ માટે પોતાનું ફંડિંગ મર્યાદિત કરી શકે. યુરોપિય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડર લાયને પણ સંકેત આપ્યા છે કે આગામી પ્રતિબંધ પેકેજ તૈયાર થઈ રહ્યા છે.