પ્રવાસન ને વધુ વેગ આપવા સાઉદી અરેબિયામાં મોટો ફેરફાર
ઘણા બધા ઈસ્લામિક દેશોમાં દારૂના સેવન કે વેચાણ બદલ કડક સજાની જાેગવાઈના નિયમો બનાવવામાં આવ્યા છે. હવે આવા જ એક મુસ્લિમ દેશે દારૂ પરનો પ્રતિબંધ હટાવવાનો મોટો ર્નિણય લીધો છે.
સાઉદી અરેબિયા, જે એક સમયે અતિ રૂઢિચુસ્ત દેશ હતો, તે ૨૦૩૪ ના ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરતા પહેલા ૬૦૦ પર્યટન સ્થળોએ દારૂના ઉપયોગને કાયદેસર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં દેશે પહેલેથી જ ઉદાર વલણ અપનાવ્યું છે અને મહિલાઓને વાહન ચલાવવાની મંજૂરી આપી છે, સિનેમાઘરો ફરીથી ખોલ્યા છે અને સંગીત સમારોહનું આયોજન કર્યું છે. પરંતુ મુસ્લિમ દેશ દ્વારા દારૂ, બીયર, વાઇન અને સાઇડરને મંજૂરી આપવી એ ખૂબ જ ક્રાંતિકારી પગલું હશે.
મીડીયા સૂત્રોના હવાલ મુજબ, સાઉદી અરેબિયા ૬૦૦ પર્યટન સ્થળોએ ફાઇવ-સ્ટાર હોટલ, લક્ઝરી રિસોર્ટ અને વિદેશી-મૈત્રીપૂર્ણ કમ્પાઉન્ડ સહિત લાઇસન્સ પ્રાપ્ત સ્થળોએ વાઇન, બીયર અને સાઇડરના વેચાણને મંજૂરી આપશે.
સાઉદી અધિકારીઓ માને છે કે, ચોક્કસ પર્યટન સ્થળોએ દારૂને મંજૂરી આપવાથી દેશને યુએઈ અને બહેરીન સાથે સ્પર્ધા કરવામાં મદદ મળશે, જ્યાં કેટલાક પર્યટન સ્થળોએ દારૂની મંજૂરી છે.
યુકે સ્થિત મેટ્રોના અહેવાલ મુજબ, ૨૦% થી વધુ આલ્કોહોલ સામગ્રીવાળા પીણાં અને દારૂ પર પ્રતિબંધ રહેશે, જેમાં સ્થાનિક સાઉદી મીડિયાને ટાંકીને જણાવાયું છે.
જાેકે સાઉદી અરેબિયા પર્યટન પર નજર રાખીને સોફ્ટ આલ્કોહોલને મંજૂરી આપી રહ્યું છે, મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, જાહેરમાં, ઘરોમાં અને દુકાનોમાં દારૂ પર સામાન્ય પ્રતિબંધ યથાવત રહેશે.

