ચીનના ઉત્તરપશ્ચિમ ગાંસુ પ્રાંતમાં યુઝોંગ કાઉન્ટીમાં અચાનક ફુડ્સ ત્રાટકતાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયા છે અને ૩૩ અન્ય ગુમ થયા છે, એમ ચીનના રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે.
રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવી અનુસાર, ગુરુવારથી ભારે વરસાદને કારણે લાંઝોઉ શહેર નજીકના પર્વતીય વિસ્તારોમાં અચાનક પૂર અને ઓછામાં ઓછું એક ભૂસ્ખલન થયું છે.
ભારે વરસાદને કારણે ઝિંગલોંગ પર્વતીય વિસ્તારમાં વીજળી અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ઠપ થઈ ગઈ છે, જેના કારણે ચાર ગામોના ૪,૦૦૦ થી વધુ લોકો ફસાયા છે.
આ ઘટનાક્રમને પગલે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ વિસ્તારમાં બચાવ અને પૂર નિવારણ પ્રયાસો શરૂ કરવાની વિનંતી કરી છે.
ગાંસુ પ્રદેશમાં કુદરતી આફત ત્યારે આવી છે જ્યારે ચીનના અન્ય ભાગો દાયકાઓમાં સૌથી ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતમાં બચાવ ટીમો કાટમાળ સાફ કરવામાં, ગટર ખોલવામાં અને શહેરી શેરીઓમાંથી પાણી પમ્પ કરવામાં રોકાયેલા છે, જેને અધિકારીઓએ ૧૯મી સદી પછીના સૌથી ખરાબ ઓગસ્ટ વરસાદ તરીકે વર્ણવ્યા છે.
આ દરમિયાન, અહેવાલો સૂચવે છે કે ભારે પૂરને કારણે રસ્તાઓને નુકસાન થયું છે, વૃક્ષો પડી ગયા છે અને કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ કેબલ પણ ખુલ્લા પડી ગયા છે.
એ નોંધવું જાેઈએ કે ભારે વરસાદને કારણે ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે – ગુઆંગઝુના બાયયુન એરપોર્ટે બુધવારે ૩૬૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરી અને ૩૦૦ થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી – અને રોઇટર્સના અહેવાલ મુજબ, રોગચાળો વધુ ખરાબ થવાની આશંકા વ્યક્ત કરી છે. આરોગ્ય અધિકારીઓએ ચિકનગુનિયાના કેસોમાં વધારો થવાની ચેતવણી આપી છે, જે સ્થિર પૂરના પાણીમાં મચ્છરોના પ્રજનનથી ફેલાય છે. આ વર્ષે પ્રાંતમાં ૭,૦૦૦ થી વધુ ચેપ નોંધાયા છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, ચીનમાં ભારે હવામાનનો સામનો કરવો પડ્યો છે, જેમાં પૂર્વ એશિયાઈ ચોમાસું ઉત્તર અને દક્ષિણમાં અટકી ગયું છે.

