ઈઝરાયલમાં ફરી એકવાર શાંતિ દોહળવાનો પ્રયાસ થયો હતો, હાઈફા શહેરની એક ઘટનામાં શંકાસ્પદ ગોળીબાર અને છરાબાજી થયાના અહેવાલ સામે આવ્યા છે. આ હુમલામાં ૭૦ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત હજુ પણ ગંભીર છે.
આ હુમલો સોમવારે (ત્રીજી માર્ચ) સવારે બે આતંકી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાંથી એકે ગોળીબાર કર્યો, જ્યારે અન્યએ છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સુરક્ષા દળો દ્વારા બંને હુમલાખોરોને ઘટનાસ્થળે જ ઠાર કર્યા હતા. ઈઝરાયલ મેડિકલ સર્વિસીસના વડા એલી બિનએ જણાવ્યું હતું કે, ‘ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે.’ પોલીસ પ્રવક્તા આર્યેહ ડોરોન જણાવ્યું હતું કે, ‘સોમવારે સવારે હાઈફામાં ઘાતક હુમલો કરનાર આતંકવાદી ઈઝરાયલી નાગરિક છે.
આ સમગ્ર બાબતે, ઈઝરાયલ પોલીસ વડા ડેનિયલ લેવીએ જણાવ્યું હતું કે, ‘આતંકીઓની ઓળખવા કરવામાં આવી રહી છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ સ્પષ્ટ નથી. હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેથી ખાતરી કરી શકાય કે આ વિસ્તારમાં બીજાે કોઈ આતંકવાદી છુપાયેલો નથી.’ નોંધનીય છે કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે હમાસ સાથે યુદ્ધવિરામના પહેલા તબક્કાને પૂર્ણ થયાને માત્ર બે દિવસ જ થયા છે. જ્યારે યુદ્ધવિરામનો બીજાે તબક્કો હજુ શરૂ પણ થયો નથી.