International

અમેરિકન સેના દ્વારા ઉત્તર પશ્ચિમ સીરિયામાં મોટો હવાઈ હુમલો; અલ કાયદા સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઠાર કરી દેવામાં આવ્યો

તાજેતરમાં કરવામાં આવેલ હવાઈ હુમલા બાબતે અમેરિકાની સેના એ કહ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ સીરિયામાં એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઠાર કરી દેવાયો હતો. એક નિવેદનમાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ વ્યક્તિને આતંકવાદી સંગઠન હુર્રાસ અલ-દિનમાં એક વરિષ્ઠ નાણાકીય અને લોજિસ્ટિક્સ અધિકારી તરીકે ગણાવ્યો હતું. જાેકે, અમેરિકાની સેનાએ આ હુમલા અંગે કોઈ વધારાની માહિતી આપી નથી.

અમેરિકાએ હજુ પણ સીરિયા પર બોમ્બમારો ચાલુ રાખી રહ્યો છે. યુએસ સેનાએ રવિવારે કહ્યું કે તેણે ઉત્તર પશ્ચિમ સીરિયામાં એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઉડાવી દેવાયો હતો.

આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક નિવેદનમાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ વ્યક્તિને “આતંકવાદી સંગઠન હુર્રાસ અલ-દિનમાં વરિષ્ઠ નાણાકીય અને લોજિસ્ટિક્સ અધિકારી” તરીકે ગણાવ્યો હતો. જાેકે, યુએસ સેનાએ હુમલા અંગે કોઈ વધારાના ઇનપુટ્‌સ આપ્યા નથી. આતંકવાદી જૂથને વિક્ષેપિત કરવાના પ્રયાસના ભાગ રૂપે યુએસ સેનાએ હુર્રાસ અલ-દિનના અધિકારીઓને નિશાન બનાવ્યા છે.