International

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ મંગળવારે ૧૩૦૦થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી

અમેરિકાના શિક્ષણ વિભાગ પર મોટું જાેખમ?

ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ર્નિણયો લેવામાં આવ્યા હતા જેમાં હવે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ મંગળવારે ૧૩૦૦થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે વિભાગ તેની સામાન્ય કામગીરી કેવી રીતે ચાલુ રાખશે. આ પહેલા પણ ટ્રમ્પ વહીવટીતંત્રે વિભાગના કર્મચારીઓની છટણી કરી હતી. ઘણા કર્મચારીઓ પાસેથી બળજબરીપૂર્વક રાજીનામા લેવામાં આવ્યા હતા.

શિક્ષણ વિભાગે મંગળવારે કર્મચારીઓને જાણ કરી હતી કે તેનું વોશિંગ્ટન મુખ્યાલય અને પ્રાદેશિક કચેરીઓ બુધવારે બંધ રહેશે અને પછી ગુરુવારે ફરી ખોલવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન શિક્ષણ વિભાગને નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘આ વિભાગ કટ્ટરપંથીઓ અને માર્ક્સવાદીઓથી ઘેરાયેલો છે.‘ મેકમેહોને સ્વીકાર્યું કે વિભાગને નાબૂદ કરવાની સત્તા માત્ર કોંગ્રેસ પાસે છે, પરંતુ વિભાગને એકવાર નાબૂદ કરીને ફરી ગોઠવવાની જરૂર પડી શકે છે. કેટલાક ટીકાકારો અને વિરોધ પક્ષો આ પગલાથી ચિંતિત છે અને આલોચના કરી રહ્યા છે.‘