અમેરિકાની સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે ૧૮મી સદીમાં રચાયેલા એલિયન એનિમીઝ એક્ટને હાથમાં લઈ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વિદેશીઓને દેશ નિકાલ કર્યા છે.
તે પૈકી વેનેઝૂએલાના ૨૦૦ ગેન્ગ-મેમ્બર્સને ટ્રમ્પે રવિવારે દેશ નિકાલ કર્યા હતા. આ ૧૮મી સદીના કાયદાનો અમલ કરવા ઉપર ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર ઉપર ૧૪ દિવસનો સ્ટે મુક્યો હતો. પરંતુ જજ તે હુકમ કરે તે પહેલાં તો અમેરિકાનું વિમાન તે ૨૦૦ ગુંડાઓને હાથ-પગમાં બેડીઓ સાથે લઈને રવાના થઈ ગયું હતું. તે અમેરિકાની એરસ્પેસની પણ બહાર નીકળી ગયું હતું.
તેમ છતાં અંતરરાષ્ટ્રીય કાનૂન પ્રમાણે જે વિમાન કે જે જહાજ જે દેશનું હોય તો તે વિમાન કે તે જહાજ તે દેશનો જ એક ભાગ ગણાય છે. તેથી ઉક્ત વિમાન ઉપર ફેડરલ કોર્ટે મુકેલો ૧૪ દિવસનો સ્ટે લાગુ પડેજ પરંતુ વિમાન ચાલકે ચાલાકી વાપરી તુર્ત જ નજીકના જ મેક્સિકોની દક્ષિણે રહેલાં અલ-સાલ્વાડોરમાં તે વિમાન ઉતારી દીધું. અલ્-સાલ્વાડોર સહિત મેક્સિકોની દક્ષિણે રહેલાં તમામ ટચુકડા દેશો તો અમેરિકાનાં દાન ઉપર જ નભે છે. તેથી અલ્-સાલ્વાડોરે તે વેનેઝૂએલનાં ગુંડાઓને જેલમાં નાંખી દીધા. ત્યાં જજે કરેલો હુકમ વાયરલેસથી તે વિમાન ચાલકને મળ્યો.
તે હુકમમાં જજે તે વિમાન પાછું બોલાવવા હુકમ કર્યો હતો. પરંતુ તે હુકમની પોતાને જાણ જ ન થઈ હતી તેમ કહી પાયલોટ્સ કોર્ટની અવમાનનામાંથી બચી ગયા. બીજી તરફ અલ્-સાલ્વાડોરના પ્રમુખે તે બધાને હાઈ-સિક્યુરીટી જેલમાં પૂરી દેવા હુકમ કર્યો. અમેરિકાની કોર્ટનો હુકમ બીજા દેશોમાં લાગુ પડે જ નહીં. ગુંડાઓને કાં તો અલ-આલ્વાડોરની જેલમાં રખાશે અથવા અલ્-સાલ્વાડોર વેનેઝએલાને સોંપે તે તેની જેલમાં રહેશે. ટૂંકમાં દેશને સ્વચ્છ કરવાની ટ્રમ્પની ઝૂંબેશ સફળ થઈ રહી છે.

