International

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જાેડાયેલા ૧૦૦ અધિકારીઓની રાતોરાત હટાવવાનો ર્નિણય કર્યો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ર્નિણય લીધો હતો કે, રાષ્ટ્રીય સુરક્ષાને વધુ કડક કરવા માટે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ માં તૈનાત ૧૦૦ અધિકારીઓને હટાવવાનો ર્નિણય લીધો છે. અમેરિકામાં ડીપ-સ્ટેટને ખતમ કરવા પર લાગેલા ટ્રમ્પના નવા ર્નિણયને (કાર્યવાહક) દ્ગજીછ માર્કો રૂબિયોએ લાગુ કર્યો છે.

આ મામલે મીડિયા સૂત્રો અનુસાર, જે ૧૦૦ અધિકારીઓને રાષ્ટ્રીય સુરક્ષાથી જાેડાયેલા પરિષદથી હટાવાયા છે, તે તમામ ઇન્ડો-પેસિફિક, ઈરાન અને યુક્રેનથી જાેડાયેલા ડેસ્ક પર તૈનાત હતા. ઇન્ડો-પેસિફિકમાં ભારત અને ચીનથી લઈને સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયા સામેલ છે.

હવે દ્ગજીછને આધીન ઓફિસમાં તૈનાત ૧૦૦ અધિકારીઓને રાતોરાત હટાવવાનું કારણ ડીપ સ્ટેટ માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પનો આરોપ છે કે બાઇડન વહીવટીતંત્રને ડીપ સ્ટેટ ચાલવી રહ્યું હતું. તેવામાં ડીપ સ્ટેટથી જાેડાયેલા અધિકારીઓને મહત્ત્વપૂર્ણ પદોથી હટાવવા ખુબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ માં અંદાજિત ૩૦૦ અધિકારી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ સંખ્યાને ૫૦ સુધી લઈ જવાની તૈયારી કરી રહ્યું છે.

બીજીવાર અમેરિકાની સત્તા સંભાળ્યા બાદ થોડાજ દિવસોમાં ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્જને હાંકી કાઢ્યા હતા. વાલ્ટ્જ પર મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઓપરેશનની માહિતી સોશિયલ મીડિયા એપ સિગ્નલ પર એક ગ્રુપ દ્વારા લીક કરવાનો આરોપ હતો. આ ગ્રુપમાં વોલ્ટ્જે એક પત્રકારને પણ ભૂલથી જાેડી લીધા હતા.

વાલ્ટ્જને દ્ગજીછના મહત્ત્વપૂર્ણ પદથી હટાવ્યા બાદ ટ્રમ્પે આ જવાબદારી વિદેશ સચિવ માર્કો રૂબિયોને સોંપી દીધી હતી. તેવામાં રૂબિયો જ હાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની વધારાની જવાબદારી સંભાળી રહ્યા છે.