દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર
દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે પણ ગુજરાત કોંગ્રેસ માટે એક મોટો ઝટકો પણ કહી શકાય કારણ કે, બે ગુજરાતી નેતાઓને કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા છે. ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયાને રાષ્ટ્રીય કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી અને પ્રભારીનાં પદેથી હટાવાયા છે.
જ્યારે, છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી બનાવાયા છે. માહિતી અનુસાર, કોંગ્રેસ પાર્ટીએ પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ સહિત ૧૧ રાજ્યોમાં નવા પ્રભારીની નિમણૂક પણ કરી છે.
દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલી શકી નહોતી. આમ, દિલ્હીમાં સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ ફેરફાર થયો નથી. ૭૦ વિધાનસભા બેઠક ધરાવતી દિલ્હીમાં કોંગ્રેસને શૂન્ય બેઠકો મળી હતી.
હવે જાેવાનું રહ્યું કે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલ આ પગલાં ની અસર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પર કેટલી પડે છે.

