National

એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ૧૯૯૧ની બેચના IPS ડો. શમશેર સિંહને BSFમાં નિમણૂંક કરવામાં આવી

કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ગુજરાત કેડર નાIPS ડો. શમશેર સિંહની BSFમાં નિમણૂંક કરવામાં આવી છે. જેઓ ૧૯૯૧ની બેચના IPS અધિકારી છે. જેઓ વર્તમાનમાં એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. મ્જીહ્લમાં છડ્ઢય્ તરીકે ડો.શમશેર સિંહની નિમણૂંક કરવામાં આવી છે. જેમણે છઝ્રમ્ ગુજરાતમાં ખુબ સારી કામગીરી કરી છે. સાથો સાથ તેઓ એક આગવી છાપ પણ ધરાવે છે.

IPS ડો. શમશેર સિંહ ૧૯૯૧ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. જેઓ મૂળ હરિયાણાના વતની છે. જેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીથી મેનેજમેન્ટમાં ઁરડ્ઢ કર્યું છે. તેઓ વર્ષ ૨૦૨૦ સુધી ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ – CID ક્રાઈમના ADGP તરીકે સેવા આપી છે. જે બાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. જેઓ વર્તમાનમાં છઝ્રમ્માં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.