ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ભાજપના એક નેતા દ્વારા પોતાની પત્ની અને ત્રણ બાળકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રીજા બાળકનું હોસ્પિટલમાં મોત થયું હતું. ભાજપના નેતાની પત્ની ગંભીર રીતે ઘાયલ છે. તેને મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા બાદ પોલીસે ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.
જાે કે, આ ઘટના બાદ ભાજપ નેતાની પત્નીની પોલીસની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી રહી છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસે આરોપી ભાજપ નેતાની ધરપકડ કરી લીધી છે. આરોપી ભાજપ નેતાની ઓળખ સહારનપુર જિલ્લા કાર્યકારી સભ્ય યોગેશ રોહિલા તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ઘણા સમયથી માનસિક રીતે બીમાર હતો. જાે કે આ ઘટના પાછળ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, સહારનપુરના ગંગોહ વિસ્તારના સંગાથેડા ગામમાં રહેતા એક બીજેપી નેતા દ્વારા આ ઘટનાની માહિતીએ સમગ્ર જિલ્લામાં હલચલ મચાવી દીધી હતી.
આ ઘટનાની જાણ થતાં જ એસપી રૂરલ ફોરેન્સિક ટીમ અને પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચ્યા અને કેસની તપાસ શરૂ કરી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ આરોપી યોગેશ રોહિલાએ ન તો ભાગવાનો પ્રયાસ કર્યો કે ન તો કોઈને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. બલ્કિ તેણે ખુદ જીજીઁ, ર્ઝ્રં અને પોલીસ અધિકારીને ફોન કરીને કહ્યું કે મેં મારી પત્ની અને બાળકોને ગોળી મારી દીધી છે. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી.
ખૂબ મહત્વનું છે કે,આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ‘આટલી મોટી ઘટના પાછળના હજુ સુધી કોઈ ઠોસ કારણો સામે નથી આવ્યા. ભાજપ નેતાના બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ હતું, જ્યારે તેમની પત્ની અને એક બાળક ગંભીર રીતે ઘાયલ હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેની હાલત હોસ્પિટલમાં ગંભીર છે. હાલમાં પોલીસ આ ઘટના પાછળના કારણોની તપાસ કરી રહી છે.‘

