કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ સિક્કિમમાં આપત્તિ પુન:પ્રાપ્તિ અને પુનર્નિર્માણ પ્રવૃત્તિઓ અને પાંચ રાજ્યોમાં અગ્નિશામક સેવાઓને મજબૂત બનાવવા માટેના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાણામંત્રી, કૃષિમંત્રી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષની બનેલી સમિતિએ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ હેઠળ પુન:પ્રાપ્તિ અને પુનર્નિર્માણ ભંડોળ વિન્ડો અને ક્ષમતા નિર્માણ ભંડોળ વિન્ડોમાંથી રાજ્યોને નાણાકીય સહાય પૂરી પાડવા માટેના પ્રસ્તાવો પર વિચારણા કરી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભારતને આપત્તિ પ્રતિરોધક બનાવવાના વિઝનને સાકાર કરવા માટે, ગૃહમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે દેશમાં આપત્તિઓનું અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવા માટે અનેક પહેલો અમલમાં મૂકી છે. ભારતમાં આપત્તિ જાેખમ ઘટાડા પ્રણાલીને મજબૂત બનાવીને આપત્તિઓ દરમિયાન જાનમાલના નુકસાનને રોકવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.
ઉચ્ચ સ્તરીય સમિતિએ “રાજ્યોમાં અગ્નિશામક સેવાઓનું વિસ્તરણ અને આધુનિકીકરણ” યોજના હેઠળ બિહાર, ગુજરાત, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેરળ માટે ?૧,૬૦૪.૩૯ કરોડના પ્રોજેક્ટ્સ/પ્રવૃત્તિઓને મંજૂરી આપી છે. સમિતિએ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ હેઠળ તૈયારી અને ક્ષમતા નિર્માણ ભંડોળ વિન્ડોમાંથી નાણાકીય સહાય તરીકે બિહાર માટે રૂ. ૩૪૦.૯૦ કરોડ, ગુજરાત માટે રૂ. ૩૩૯.૧૮ કરોડ, ઝારખંડ માટે રૂ. ૧૪૭.૯૭ કરોડ, કેરળ માટે રૂ. ૧૬૨.૨૫ કરોડ અને મહારાષ્ટ્ર માટે રૂ. ૬૧૪.૦૯ કરોડ મંજૂર કર્યા છે. કેન્દ્ર સરકારે “રાજ્યોમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ” માટે દ્ગડ્ઢઇહ્લ હેઠળ કુલ રૂ. ૫,૦૦૦ કરોડ ફાળવ્યા છે અને ૨૦ રાજ્યોના કુલ રૂ. ૩,૩૭૩.૧૨ કરોડના પ્રસ્તાવોને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે.
વધુમાં, ઉચ્ચ-સ્તરીય સમિતિએ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ હેઠળ પુન:પ્રાપ્તિ અને પુનર્નિર્માણ ભંડોળ વિન્ડોમાંથી સિક્કિમને ?૫૫૫.૭૦ કરોડની નાણાકીય સહાયને મંજૂરી આપી છે. આ સહાય ઓક્ટોબર ૨૦૨૩માં તિસ્તા નદી બેસિનના ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં આવેલા ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ ને કારણે પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં આપત્તિ પુન:પ્રાપ્તિ અને પુનર્નિર્માણ જરૂરિયાતો માટે પૂરી પાડવામાં આવશે.
ચાલુ નાણાકીય વર્ષમાં, કેન્દ્ર સરકારે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ હેઠળ ૨૮ રાજ્યોને ૧૯,૦૭૪.૮૦ કરોડ રૂપિયા અને રાજ્ય આપત્તિ ઘટાડા ભંડોળ હેઠળ ૧૬ રાજ્યોને ૩,૨૨૯.૩૫ કરોડ રૂપિયા જારી કર્યા છે. વધુમાં, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ હેઠળ ૧૯ રાજ્યોને ૫,૧૬૦.૭૬ કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય આપત્તિ ઘટાડા ભંડોળ હેઠળ ૦૮ રાજ્યોને ૭૧૯.૭૧ કરોડ રૂપિયાની સહાય જારી કરવામાં આવી છે.

