National

રાજસ્થાનના બાલોતરામાં કાર અને જીપ વચ્ચે ભયંકર અકસ્માત; એક જ પરિવારના ૫ સભ્યોનું દુખદ અવસાન

રાજસ્થાનના બાલોતરામાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો જેમાં કારમાં જઈ રહેલા એક જ પરિવારના ૫ સભ્યોનું એકસાથે દુખદ અવસાન થયું છે તો આ ઘટનામાં ૮ લોકો ઘાયલ થયા હતા.

આ અકસ્માત બાબતે પોલીસ મીડિયા સૂત્રોને જણાવ્યા અનુસાર, બાલોતરામાં એક દુઃખદ અકસ્માત થયો હતો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ પરિવારના ૫ લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં ૮ લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, વધુમાં પોલીસે જણાવ્યું કે ઘાયલોની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી તેમને જાેધપુર રિફર કરવામાં આવ્યા હતા. હાલમાં, સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.