National

પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના પરિચયપત્રો રજૂ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૫) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં કંબોડિયા, માલદીવ, સોમાલિયા, ક્યુબા અને નેપાળના રાજદૂતો/ઉચ્ચાયુક્તો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા હતા.

જેમણે પોતાના ઓળખપત્રો રજૂ કર્યા હતાઃ

૧. મહામહિમ શ્રીમતી રથ મેની, કંબોડિયાના રાજદૂત
૨. મહામહિમ શ્રીમતી એશથ અઝીમા, માલદીવ પ્રજાસત્તાકના ઉચ્ચાયુક્ત
૩. મહામહિમ ડૉ. અબ્દુલ્લાહી મોહમ્મદ ઓડોવા, ફેડરલ રિપબ્લિક ઓફ સોમાલિયાના રાજદૂત
૪. મહામહિમ શ્રી જુઆન કાર્લોસ માર્સન અગુઈલેરા, ક્યુબા પ્રજાસત્તાકના રાજદૂત
૫. મહામહિમ ડૉ. શંકર પ્રસાદ શર્મા, નેપાળના રાજદૂત