ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ૧૮ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પુરસ્કારો રજૂ કરશે
માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલે નવી દિલ્હીના શ્રમ શક્તિ ભવન ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારોના વિજેતાઓની યાદી જાહેર કરી. જળ શક્તિ મંત્રાલયના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગ એ વર્ષ ૨૦૨૪ માટે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો માટે સંયુક્ત વિજેતાઓ સહિત ૪૬ વિજેતાઓની જાહેરાત કરી છે. આ ૧૦ શ્રેણીઓમાં પુરસ્કાર આપવામાં આવશે: શ્રેષ્ઠ રાજ્ય, શ્રેષ્ઠ જિલ્લો, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સંસ્થા, શ્રેષ્ઠ શાળા અથવા કોલેજ, શ્રેષ્ઠ ઉદ્યોગ, શ્રેષ્ઠ પાણી વપરાશકારો સંગઠન, શ્રેષ્ઠ સંસ્થા (શાળા અથવા કોલેજ સિવાય), શ્રેષ્ઠ નાગરિક સમાજ અને પાણી ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે શ્રેષ્ઠ વ્યક્તિ. વિજેતાઓની યાદી આ સાથે જાેડાયેલ છે.
શ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં, મહારાષ્ટ્રને પ્રથમ પુરસ્કાર, ગુજરાતને બીજું અને હરિયાણાને ત્રીજું સ્થાન મળ્યું છે.
દરેક પુરસ્કાર વિજેતાને કેટલીક શ્રેણીઓમાં પ્રશસ્તિપત્ર, ટ્રોફી અને રોકડ પુરસ્કારો પ્રાપ્ત થશે.
જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગ એ જાહેરાત કરી છે કે ૬ઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો, ૨૦૨૪ માટે એવોર્ડ સમારોહ ૧૮ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં યોજાશે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય જળ પુરસ્કારોની જાહેરાત સમયે કેબિનેટ મંત્રી શ્રી રાજ ભૂષણ ચૌધરી, માનનીય રાજ્ય મંત્રી, જળ શક્તિ મંત્રાલય, શ્રી વી.એલ. કાંતા રાવ, સચિવ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ, શ્રી અશોક કે.કે. મીણા, સચિવ, પેયજળ અને સ્વચ્છતા વિભાગ, અને જળ શક્તિ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ જાેડાયા હતા.
જળ શક્તિ મંત્રાલય એક કેન્દ્રીય મંત્રાલય છે જેને રાષ્ટ્રીય સંપત્તિ તરીકે પાણીના વિકાસ, સંરક્ષણ અને કાર્યક્ષમ સંચાલન માટે નીતિ માળખા સ્થાપિત કરવા અને કાર્યક્રમો અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ, જળ શક્તિ મંત્રાલય રાષ્ટ્રીય સ્તરે જળ વ્યવસ્થાપન અને જળ સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા માટે એક વ્યાપક અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે. આ દ્રષ્ટિકોણને અનુરૂપ, અને લોકોમાં પાણીના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તેમને શ્રેષ્ઠ પાણીના ઉપયોગની પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે, ૨૦૧૮માં ર્ડ્ઢઉઇ, ઇડ્ઢશ્ય્ઇ દ્વારા પ્રથમ રાષ્ટ્રીય જળ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી. બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં રાષ્ટ્રીય જળ પુરસ્કારો ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨ અને ૨૦૨૩ માટે આપવામાં આવ્યા હતા. કોવિડ રોગચાળાને કારણે આ પુરસ્કારો ૨૦૨૧માં આપવામાં આવ્યા ન હતા.
વર્ષ ૨૦૨૪ માટે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો ૨૩ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ ગૃહ મંત્રાલય ના રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર શરૂ કરવામાં આવ્યા હતા. કુલ ૭૫૧ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. અરજીઓની ચકાસણી અને મૂલ્યાંકન જ્યુરી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પસંદ કરાયેલી અરજીઓની સેન્ટ્રલ વોટર કમિશન અને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર ચકાસણી કરવામાં આવી હતી. ગ્રાઉન્ડ લેવલ સ્ક્રુટિની રિપોર્ટના આધારે, ૨૦૨૪ના વર્ષ માટે છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો માટે સંયુક્ત વિજેતાઓ સહિત કુલ ૪૬ વિજેતાઓની ૧૦ અલગ અલગ શ્રેણીઓમાં પસંદગી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય જળ પુરસ્કારો ‘જળ સમૃદ્ધ ભારત‘ ના સરકારના વિઝનને પ્રાપ્ત કરવા માટે દેશભરમાં વ્યક્તિઓ અને સંગઠનો દ્વારા કરવામાં આવેલા સારા કાર્ય અને પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પુરસ્કારો લોકોમાં પાણીના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તેમને શ્રેષ્ઠ પાણી ઉપયોગ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરણા આપવા માટે છે. આ કાર્યક્રમ તમામ વ્યક્તિઓ અને સંગઠનોને જળ સંસાધન સંરક્ષણ અને વ્યવસ્થાપન પ્રવૃત્તિઓમાં ભાગીદારી અને જાહેર ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે.
6th National Water Award, 2024 – Winners
SN Winner State Rank
1. BEST STATE
1 Maharashtra Maharashtra Fi®s
2 Guja®a Guja®a Second
3 Haryana Haryana Third
2. BEST DISTRICT
East Zone
4 Rajnandgaon Chhattisgarh Fi®s
West Zone
5 Khargone Madhya Pradesh Fi®s
North Zone
6 Mirzapur Uttar Pradesh Fi®s
South Zone
7 Tirunelveli Tamil Nadu Fi®s
North East Zone
8 Sepahijala Tripura Fi®s
3. BEST ULB
9 Navi Mumbai Maharashtra Fi®s
10 Bhavnagar Guja®a Second
11 Nabadiganta Industrial Township West Bengal Third -Joint Winner
12 Agra Uttar Pradesh Third -Joint Winner
4. BEST INSTITUTION OTHER THAN SCHOOL & COLLEGE
Inside Campus category
13 Indian Institute of Technology, Gandhinagar Guja®a Fi®s -Joint winner
14 ICAR – Central Coastal Agricultural Research Institute, Goa Goa Fi®s – Joint winner
15 Birla Institute of Technology & Science, Pilani Rajasthan Second -Joint winner
16 Islamic University of Science & Technology, Awantipora Jammu & Kashmir Second -Joint winner
17 Assam Rifles, Manipur Manipur Special Mention
Outside Campus category
18 Chaudhary Charan Singh Haryana Agricultural University, Hisar Haryana Fi®s -Joint winner
19 Regional Chief Conservator of Forests, Berhampur Circle Odisha Fi®s -Joint winner
SN Winner State Rank
5. BEST WATER USER ASSOCIATION
20 Vªtaikaranpudur Canal Odayakulam Village WUA, Coimbatore Tamil Nadu Fi®s
21 Kanifnath WUA, Nashik Maharashtra Second
22 Kharlan WUA, Sri Ganganagar Rajasthan Third
6. BEST CIVIL SOCIETY
23 Banaskantha District Co-ope®aive milk producers union limited, Banaskantha Guja®a Fi®s
24 Ambuja Foundation , Jaipur Rajasthan Second
25 Art of Living, Bengaluru Karnataka Third
7. BEST VILLAGE PANCHAYAT
26 Dubbiganipalli, Annamayya Andhra Pradesh Fi®s -Joint winner
27 Payam, Kannur Kerala Fi®s -Joint winner
28 Kaweshwar, Khandwa Madhya Pradesh Second -Joint winner
29 Murugummi, Prakasam Andhra Pradesh Second -Joint winner
30 Balapuram, Tiruvallur Tamil Nadu Third – Joint Winner
31 Dumarpani, Kanker Chhattisgarh Third – Joint Winner
8. BEST SCHOOL OR COLLEGE
32 Krishna Public School, Raipur Chhattisgarh Fi®s – Joint Winner
33 Army Public School, Kolkata West Bengal Fi®s – Joint Winner
34 BHSS, ZainakOe, Srinagar Jammu & Kashmir Second
35 Malusanta Govt Nodal Higher Secondary School, Damanjodi, Koraput
Odisha Third – Joint Winner
36 Jharkhand Balika Aawasiya Vidyalaya (JBAV) Rahe, Ranchi
Jharkhand Third – Joint Winner
37 Mount Abu Public School, Rohini, Delhi Delhi Special Mention
38 Maharaja Agarsain Public School, Ashko Vihar, Delhi
Delhi Special Mention
39 Mahatma Gandhi Memorial Model School, Thiruvananthapuram
Kerala Special Mention
9. BEST INDUSTRY
40 Apollo Tyres Limited, Kanchipuram Tamil Nadu Fi®s
41 Hero MOoCorp Limited, Gurugram Haryana Second
42 Jhajjar Power Limited, Jhajjar
Haryana Third
SN Winner State Rank
10. BEST INDIVIDUAL FOR EXCELLENCE IN WATER SECTOR
East Zone
43 Shri Kishore Jaiswal Bihar Fi®s
West Zone
44 Shri Bajrang Lal Jaithu Rajasthan Fi®s
North Zone
45 Shri Mohan Chandra Kandpal Uttarakhand Fi®s
South Zone
46 Shri Podili Rajasekhara Raju Andhra Pradesh Fi®s

