એપોલો ટાયર્સે ટીમ ઈન્ડિયાની જર્સી સ્પોન્સરશિપ ૫૭૯ કરોડ રૂપિયામાં મેળવી છે. ઓનલાઈન ગેમિંગ બિલના પ્રમોશન અને રેગ્યુલેશનના અમલના થોડા દિવસો પછી, મ્ઝ્રઝ્રૈં અને ઓનલાઈન ગેમિંગ કંપની ડ્રીમ૧૧ વચ્ચેનો સોદો તૂટી ગયો હોવાથી, ેંછઈમાં ચાલી રહેલા પુરુષોના એશિયા કપમાં ભારતીય ટીમ હાલમાં કોઈ સ્પોન્સર વિના છે.
આ જાહેરાત એપોલો ટાયર્સનો ભારતીય ક્રિકેટમાં પ્રથમ પ્રવેશ દર્શાવે છે.
માર્ચ ૨૦૨૮ માં પૂર્ણ થનાર આ કરાર અઢી વર્ષનો છે. આ કરાર મુજબ, તમામ ફોર્મેટમાં ભારતીય પુરુષ અને મહિલા રાષ્ટ્રીય ટીમોની જર્સી પર એપોલો ટાયર્સનો લોગો દર્શાવવામાં આવશે.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે: “અમારા નવા સ્પોન્સર તરીકે એપોલો ટાયર્સનું આગમન અમારી ટીમોની સખત મહેનત અને સાતત્યપૂર્ણ પ્રદર્શનનો પુરાવો છે. ભારતીય ક્રિકેટમાં એપોલોનું આ પહેલું મોટું સ્પોન્સરશિપ હોવાથી અમે ઉત્સાહિત છીએ, જે રમતની અપ્રતિમ પહોંચ અને પ્રભાવ વિશે ઘણું બધું કહે છે. આ ફક્ત એક વ્યાપારી કરાર નથી; તે બે સંસ્થાઓ વચ્ચેની ભાગીદારી છે જેણે લાખો લોકોનો વિશ્વાસ અને આદર મેળવ્યો છે.”
એપોલો ટાયર્સે INR ૫૭૯ કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા, જે તે જ સમયગાળા માટે ડ્રીમ ૧૧ સાથેના INR ૩૫૮ કરોડના કરાર કરતા નોંધપાત્ર રીતે વધારે છે. આ સોદો ૧૨૧ દ્વિપક્ષીય રમતો અને ૨૧ INRરમતોને આવરી લે છે.

