મહરાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ જામ્યો!
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ મંગળવારે ૨૦૨૬ ની મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે ૫૩ ઉમેદવારોની યાદી જાહેર કરી. આ ચૂંટણીમાં, MNS અને શિવસેના ઠાકરે જૂથ ગઠબંધનમાં છે. આ યાદીમાં એક ઉત્તર ભારતીય અને બે મુસ્લિમ ઉમેદવારોનો સમાવેશ થાય છે. બાકીના બધા મરાઠી ભાષી ઉમેદવારો છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા જાહેર કરાયેલ ૫૩ ઉમેદવારોની યાદીમાં સમાવેશકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ યાદીમાં મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાય છે. કુલ ૫૩ ઉમેદવારોમાંથી ૨૯ મહિલાઓને ચૂંટણીમાં ઉતારવામાં આવી છે, જ્યારે ૨૪ પુરુષ ઉમેદવારો છે. રાજ ઠાકરેએ અડધાથી વધુ બેઠકો પર મહિલાઓને તક આપીને એક મોટો રાજકીય સંદેશ આપ્યો છે.
શ્રેણીવાર વાત કરીએ તો, સામાન્ય શ્રેણીમાંથી ૩૬ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં ૨૦ મહિલાઓ અને ૧૬ પુરુષોનો સમાવેશ થાય છે. MNS એ યાદીમાં અન્ય પછાત વર્ગો શ્રેણીને પણ મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. કુલ ૧૩ ર્ંમ્ઝ્ર ઉમેદવારોને ટિકિટ મળી છે, જેમાં ૭ મહિલાઓ અને ૬ પુરુષોનો સમાવેશ થાય છે.
વિધાનસભા ચૂંટણીમાં નિષ્ફળતા બાદ મનસે માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે બીએમસી ચૂંટણીમાં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને રાજ ઠાકરેનું ઉદ્ધવ ઠાકરે સાથે જાેડાણ ચૂંટણીમાં મોટો મુકાબલો કરશે.
રાજ ઠાકરેએ શિવસેના છોડ્યાના ૨૦ વર્ષ પછી બંને ગઠબંધનમાં સાથે આવ્યા છે. આ ઐતિહાસિક પુન:મિલન સમગ્ર દેશનું ધ્યાન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી તરફ વાળશે.
૧. દહિસર (વોર્ડ ૮): કસ્તુરી ચંદ્રકાંત રોહેકર
૨. દહિસર (વોર્ડ ૧૦): વિજય પાટીલ (ઓબીસી)
૩. મગાથાણે (વોર્ડ ૧૧): કવિતા રાજેન્દ્ર માને (ઓબીસી મહિલા)
૪. બોરીવલી (વોર્ડ ૧૪): પૂજા કુણાલ મેનકર
૫. બોરીવલી (વોર્ડ ૧૮): સદિછા કબીરદાસ મોરે (ઓબીસી મહિલા)
૬. ચારકોપ (વોર્ડ ૨૦): દિનેશ સાલ્વી
૭. ચારકોપ (વોર્ડ ૨૧): સોનાલી દેવ મિશ્રા
૮. કાંદિવલી પૂર્વ (વોર્ડ ૨૩): કિરણ અશોક જાધવ
૯. કાંદિવલી પૂર્વ (વોર્ડ ૨૭): આશા ચંદર (ર્ંમ્ઝ્ર મહિલા)
૧૦. કાંદિવલી પૂર્વ (વોર્ડ ૩૬): પ્રશાંત મહાડિક
૧૧. દિંડોશી (વોર્ડ ૩૮): સુરેખા લોકે
૧૨. મલાડ પશ્ચિમ (વોર્ડ ૪૬): સ્નેહિતા સંદેશ દેહલીકર (ઓબીસી મહિલા)
૧૩. ગોરેગાંવ (વોર્ડ ૫૫): શૈલેન્દ્ર મોરે
૧૪. ગોરેગાંવ (વોર્ડ ૫૮): વીરેન્દ્ર જાધવ
૧૫. અંધેરી વેસ્ટ (વોર્ડ ૬૭): કુશલ ધુરી
૧૬. વર્સોવા (વોર્ડ ૬૮): સંદેશ દેસાઈ
૧૭. જાેગેશ્વરી પૂર્વ (વોર્ડ ૭૪): વિદ્યા ભરત આર્ય
૧૮. વિલેપાર્લે (વોર્ડ ૮૪): રૂપાલી સંદીપ દળવી
૧૯. વિલેપાર્લે (વોર્ડ ૮૫): ચેતન શ્રીધર બેલકર (ઓબીસી)
૨૦. બાંદ્રા પશ્ચિમ (વોર્ડ ૯૮): દિપ્તી કેટ
૨૧. બાંદ્રા પશ્ચિમ (વોર્ડ ૧૦૨): આનંદ હજારે
૨૨. મુલુંડ (વોર્ડ ૧૦૩): દિપ્તી રાજેશ પંચાલ
૨૩. મુલુંડ (વોર્ડ ૧૦૪): રાજેશ ચવ્હાણ
૨૪. મુલુંડ (વોર્ડ ૧૦૬): સત્યવાન દલવી
૨૫. ભાંડુપ પશ્ચિમ (વોર્ડ ૧૧૦): હરિનાક્ષી મોહન ચિરથ
૨૬. ભાંડુપ પશ્ચિમ (વોર્ડ ૧૧૫): જ્યોતિ અનિલ રાજભોજ
૨૭. વિક્રોલી (વોર્ડ ૧૧૯): વિશ્વજીત શંકર ઢોલમ
૨૮. ઘાટકોપર પશ્ચિમ (વોર્ડ ૧૨૮): સાઈ સન્ની શિર્કે (ઓબીસી મહિલા)
૨૯. ઘાટકોપર પશ્ચિમ (વોર્ડ ૧૨૯): વિજયા ભીવા ગીતે (ઓબીસી મહિલા)
૩૦. ઘાટકોપર પૂર્વ (વોર્ડ ૧૩૩): ભાગ્યશ્રી અવિનાશ કદમ (એસ. સી. સ્ત્રી)
૩૧. માનખુર્દ – શિવાજી નગર (વોર્ડ ૧૩૯): શિરોમણી યેશુ જગલી
૩૨. અનુશક્તિ નગર (વોર્ડ ૧૪૩): પ્રાંજલ પ્રશાંત રાણે
૩૩. અનુશક્તિ નગર (વોર્ડ ૧૪૬): રાજેશ પુરભે (એસ. સી.)
૩૪. કુર્લા (વોર્ડ ૧૪૯): અવિનાશ માયેકર
૩૫. ચેમ્બુર (વોર્ડ ૧૫૦): સવિતા થોરવે (ઓબીસી મહિલા)
૩૬. ચેમ્બુર (વોર્ડ ૧૫૨): સુદાંશુ કર્ણ દુનબેલે (એસ. સી.)
૩૭. કાલીના (વોર્ડ ૧૬૬): રાજન મધુકર ખૈરનાર
૩૮. સાયન કોલીવાડા (વોર્ડ ૧૭૫): અર્ચના દીપક કાસલે
૩૯. વડાલા (વોર્ડ ૧૭૭): હેમાલી પરેશ ભણસાલી
૪૦. વડાલા (વોર્ડ ૧૭૮): બજરંગ દેશમુખ
૪૧. ધારાવી (વોર્ડ ૧૮૩): પારુબાઈ કટકે (એસ. સી. મહિલા)
૪૨. ધારાવી (વોર્ડ ૧૮૮): આરીફ શેખ
૪૩. માહિમ (વોર્ડ ૧૯૨): યશવંત મારુતિ કિલેદાર
૪૪. વર્લી (વોર્ડ ૧૯૭): રચના સાલ્વી
૪૫. સેવરી (વોર્ડ ૨૦૫): સુપ્રિયા દિલીપ દળવી
૪૬. ભાયખલા (વોર્ડ ૨૦૭): શલાકા હરિયાણ
૪૭. ભાયખલા (વોર્ડ ૨૦૯): હસીના મૈનકર
૪૮. ભાયખલા (વોર્ડ ૨૧૨): શ્રાવણી વિનય હલ્દનકર
૪૯. મલબાર હિલ (વોર્ડ ૨૧૪): મુકેશ ભાલેરાવ
૫૦. મુંબાદેવી (વોર્ડ ૨૧૬): રાજશ્રી દિલીપ નાગ્રે (ઓબીસી મહિલા)
૫૧. મલબાર હિલ (વોર્ડ ૨૧૭): નિલેશ શિરધનકર
૫૨. મુંબાદેવી (વોર્ડ ૨૨૩): પ્રશાંત ગાંધી (ઓબીસી)
૫૩. કોલાબા (વોર્ડ ૨૨૬): બબન મહાડિક (ઓબીસી)

