પંજાબના રોપર રેન્જમાં તૈનાત ડીઆઈજી હરચરણ ભુલ્લરની ગુરુવારે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યમાં સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલા એક મોટા ઓપરેશન દરમિયાન તેઓ લાંચ લેતા રંગે હાથ પકડાયા હતા. તપાસ એજન્સી હરચરણ ભુલ્લર સાથે જાેડાયેલા અનેક સ્થળોએ સર્ચ કરી રહી હતી. થોડા સમય પહેલા સીબીઆઈને આ કેસમાં ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે, સીબીઆઈએ તપાસનો વ્યાપ વધાર્યો હતો.
એ નોંધવું જાેઈએ કે ડીઆઈજીએ લાંબા સમયથી લાંચ સ્વીકારવાની સિસ્ટમ સ્થાપિત કરી હતી. ફતેહગઢ સાહિબ સ્થિત એક ફરિયાદી પાસેથી ૫ લાખ રૂપિયા લાંચ તરીકે સ્વીકારતી વખતે ડીઆઈજી રંગે હાથ પકડાયા હતા.
ફરિયાદીએ જણાવ્યું હતું કે ડીઆઈજીએ કેસ પતાવટ કરવા માટે મોટી રકમની માંગણી કરી હતી અને પ્રથમ હપ્તો ચૂકવવા માટે તેમને મોહાલી ઓફિસમાં બોલાવ્યા હતા. આ માહિતીના આધારે, સીબીઆઈએ દરોડા પાડીને તેમની સ્થળ પર ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઈએ રોપર અને ચંદીગઢમાં તેમના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લાંચ સ્વીકારવામાં સંડોવાયેલા અધિકારીઓને પકડવા માટે સીબીઆઈ છેલ્લા ૧૦ દિવસથી દેખરેખ રાખી રહી છે.

